Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

બ્રહ્માકુમારી દ્વારા ત્રંબામાં પ્રજાસતાક પર્વની ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ સંસાર તરફ પ્રોજેકટ અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા હેમી વિલેજ ત્રંબા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. દેશના શહીદવીરો-વીરાંગનાઓની કુરબાનીને યાદ કરવા સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. દેશભકિત ગીતો સ્પીચ, નૃત્ય, કવિતા, શાયરી દ્વારા દેશપ્રેમ વ્યકત કરાયો હતો. મેરા ભારત મહાન થીમ પર રંગોળીઓ દોરવામાં આવી હતી.

(2:54 pm IST)