Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

યુનિવર્સિટી પોલીસે ૬૦ હજારના દારૂ સાથે રાજદીપ અને અનિલને પકડ્યા

કેવલમ્ આરએમસી કવાર્ટર પાછળ બે દરોડા : હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જયંતિગીરી ગોસ્વામીની બાતમી

રાજકોટ તા. ૨૭: વિદેશી દારૂના બે દરોડામાં યુનિવર્સિટી પોલીસે કેવલમ્ આરએમસી કવાર્ટર પાછળથી એક શખ્સને ૫૪ હજારના દારૂ સાથે પકડ્યો હતો. જ્યારે અન્ય દરોડામાં આ સ્થળેથી જ એક શખ્સને ૧૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જયંતિગીરી ગોસ્વામીને મળેલી બાતમી પરથી કેવલમ્ આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૩૫ની પાછળ દિવાલ પાસેથી રાજદીપ વિજયભાઇ ચૌહાણ (રજપુત) (ઉ.વ.૨૩ ધંધો માલઢોર રહે, ગુ.હા.બોર્ડ બ્લોક નં.એલ-૧-૯ રવિપાર્ક મેઇન રોડ પ્રેમ મંદીર પાછળ)ને રૂ. ૫૪ હજારના ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે પકડી લીધો હતો. આ શખ્સ અગાઉ પણ દારૂના ત્રણ ગુનામાં યુનિવર્સિટી અને તાલુકા પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે.

જ્યારે બીજા દરોડામાં કેવલમ્ આર.એમ.સી. કવાર્ટર ચોકમાંથી અનિલ અરૂણભાઇ મેમણીયા (કોળી) (ઉ.૨૯-રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર ઇ-૧-૧૨, રવિ પાર્ક મેઇન રોડ, પ્રેમ મંદિર પાછળ)ને રૂ. ૬૦૦૦ના ૧૨ બોટલ દારૂ  સાથે પકડી લેવાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી  મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.વોરા પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલએ આ કામગીરી કરી હતી.

(2:53 pm IST)