Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં દેવાધિદેવ મહાદેવના સાનિધ્‍યમાં દાતાઓ દ્વારા ડાયાલિસિસ વિભાગનો શુભારંભ

આજ રળીયામણી ઘડીએ... પોર્ટેબલ એકસ-રેનું મશીન પવનભાઈ જૈન (ચેરમેન- સેઈફ એકસપ્રેસ દિલ્‍હી)તરફથી હોસ્‍પિટલને અનુદાન

રાજકોટઃ શ્રી પંચનાથ હોસ્‍પિટલના બીજા વર્ષના મંગલ પ્રવેશના પાવન પર્વ પર દેવાધિદેવ મહાદેવના સાંનિધ્‍યમાં તથા અનેક મહાનુભાવો તથા દાતાઓની ઉપસ્‍થિતિ વચ્‍ચે ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવામાં આવ્‍યો. આ સમગ્ર કાર્યક્રમના  સંચાલનની જવાબદારી શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડે સંભાળી હતી.
આ -સંગે હોસ્‍પિટલના મુખ્‍ય દાતાશ્રી કિશોરભાઈ કોટેચા, પી ડી અગ્રવાલ, સત્‍યવ્રતી અગ્રવાલ, ઋષભ અગ્રવાલ, મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ પટેલ, અશોકભાઈ કપૂર, એસ પી ઉત્‍પલ, પ્રદીપજી સૂજી, આનંદ શર્મા , અશોક શર્મા, રામચંદ્ર શૈલી, મનસુખભાઇ પટેલ ,ધીરૂભાઇ ડોડીયા માનદમંત્રીશ્રી મયૂરભાઇ શાહ કોષાધ્‍યક્ષશ્રી ડી વી મહેતા ટ્રસ્‍ટીશ્રીઓ અનીલભાઈ દેસાઈ વસંતભાઈ જસાણી મહેન્‍દ્રસિંહ ગોહેલ નિરજભાઇ પાઠક જૈમિનભાઈ જોષી સંદીપભાઈ ડોડીયા શુભેચ્‍છક આર સી પીઠડીયા સેવાભાવી કાર્યકરોશ્રી નિખીલભાઇ મહેતા પંકજભાઇ ચગ હોસ્‍પિટલ ઇન્‍ચાર્જ શ્રીમતી ધ્રૂતિબેન ધડૂક તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પોર્ટેબલ એકસ-રે મશીન દ્વારા દર્દી જ્‍યાં દાખલ થયેલ છે . તે જ જગ્‍યાએ  હ્‍ એકસ-રે લઇ શકાશે તેવીજ રીતે ડાયાલીસીસ ની સારવાર પણ પોતાના બેડ ઉપર જ  મેળવી શકાય છે.   
ડાયાલિસિસ સારવારની તમામ જરૂરી મશીનરીઓ મુંબઈ સ્‍થિત શ્રી માલતીબેન ગીરીશભાઈ ગાંધી (હસ્‍તે ચૈતાલીબેન શુકલ) પરમ શ્રધેય ધીરજમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા થકી કોલકત્તા સ્‍થિત ડો ચમનભાઇ જે દેસાઈ, જશવંતીબેન દેસાઈ ફાઉન્‍ડેશન (હસ્‍તે ચંદ્રવદનભાઇ દેસાઈ) જયાબેન નવનીતરાય પરીખ તથા સંધ્‍યાબેન પરીખ તરફથી શ્રી પંચનાથ હોસ્‍પિટલને અનુદાનમા આપેલ છે તે બદલ તમામ દાતાશ્રીઓનો હોસ્‍પિટલ ટ્રસ્‍ટ વતી આભાર માનું છું વધુમાં તેમણે હોસ્‍પિટલમાં ચાલતી તમામ પ્રકારની સારવાર તથા સેવાકીય પ્રવળત્તિનુ ચીત્ર રજૂ કર્યું હતું તેઓ હોસ્‍પિટલ દ્રારા ગરીબોની સાચા અર્થમાં થતી સેવાકિય પ્રવૃત્તિનો ઉલ્લેખ અવારનવાર કરેછે કે રૂા.૧૦માં વડાપાઉં પણ મળી શકતું નથી જ્‍યારે પંચનાથ હોસ્‍પિટલમાં રૂ ૧૦માં તાવ, શરદી, ઉધરસ, મલેરીયા, ડેન્‍ગયુ, ટાઇફોઇડ જેવા રોગોની તપાસણી કરીને દર્દીઓને ત્રણ દિવસની દવા નિઃશુલ્‍ક ટ્રસ્‍ટ તરફથી આપવામાં આવે છે આ પરંપરા હોસ્‍પિટલની સ્‍થાપના સમયથી ચાલી આવે છે તે વાત સેવાકીય દૃષ્ટિએ ફરી દોહરાવી હતી તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે હજુ ઘણી સેવાકીય પ્રવળત્તિની યોજનાઓ વિચારણા હેઠળ છે જેની માહિતી આપ સૌને વ્‍યક્‍તિગત રીતે અથવા તો અખબારી નોંધ દ્વારા જણાવીશું.
પી ડી અગ્રવાલ જણાવ્‍યુ હતુ કે અમારા દ્વારા હોસ્‍પિટલને આપવામાં આવેલ આર્થિક સહયોગ માટે આપેલી યોગ્‍ય સલાહ દિશા અને પ્રામાણિક જગ્‍યા દર્શાવવા બદલ શ્રી મયૂરભાઇ શાહનો આભાર માનેલ હતો શ્રી મૂકેશભાઇ દોશીએ જણાવેલ કે અત્‍યારે આપણે સૌ જે પવિત્ર ભૂમિ પર ઉપસ્‍થિત રહ્યા છીએ તે હોસ્‍પિટલ નહીં પણ તે પંચનાથ મહાદેવનું દેવાલય છે અને આ દેવાલય માટે સેવાકીય પ્રવળત્તિ કાજે જ્‍યારે આર્થિક સહયોગની જરૂર હશે ત્‍યારે તન મન અને ધનથી સહયોગ આપીશું સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ધારાશાષાી અને હોસ્‍પિટલના ટ્રસ્‍ટી અનીલભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે તબીબી સેવા સાથે માનવ સેવાનુ ઉત્‍કળષ્ટ જીવંત ઉદાહરણ એટલે પંચનાથ હોસ્‍પિટલ  આ પ્રકારની આગવી ઓળખ ઊભી કરવામાં હોસ્‍પિટલના તમામ ટ્રસ્‍ટીશ્રીઓ તબીબો કર્મચારીઓ નિઃસ્‍વાર્થ સેવાભાવી કાર્યકરો સફળ રહ્યા છે.
અંતમાં હોસ્‍પિટલ ઇન્‍ચાર્જ શ્રીમતી ધ્રૂતિબેન ધડૂકે  હોસ્‍પિટલમાં ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવા બદલ હોસ્‍પિટલ ટ્રસ્‍ટી મંડળનો આભાર માન્‍યો હતો અને આજના આ પ્રસંગમાં ઉપસ્‍થિત દરેક મહાનુભાવોએ સખત વ્‍યસ્‍તતા વચ્‍ચે પોતાનો કિંમતી સમય ફાળવીને હાજરી આપીને હોસ્‍પિટલ તંત્રને જે પ્રોત્‍સાહિત કર્યું તે બદલ તમામનો આભાર માન્‍યો હતો


 

(2:41 pm IST)