Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાષ્ટ્ર નિર્માણની શરૃઆત આપણાથી જ કરીએઃ ઈન્દ્રનિલભાઈ રાજગુરૃ

નિલ્સ સંજયરાજ ઓફિસ ખાતે ધ્વજવંદનઃ પ્રજાસતાક પર્વની ઉજવણી

રાજકોટઃ નિલ્સ સંજયરાજ ઓફિસ યુનિ.રોડ ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનિલભાઈ રાજગુરૃના હસ્તે નિલ્સ સંજયરાજ ઓફિસ સ્ટાફ તથા નિલ્સ ગ્રીનવૂડ, ગ્રીન એવન્યુ, પ્રશીલ પાર્ક, સંજય વાટિકા તેમજ નિસર્ગ બંગલોઝના રહીશો દ્વારા તથા હોટલ મિંટ ખાતે ત્યાના સ્ટાફ દ્વારા શ્રી મિર્જાભાઈના હસ્તે ધ્વજારોહણ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનિલભાઈ રાજગુરૃએ રાષ્ટ્રધ્વજને સલામી આપી શહિદ વીરોને યાદ કરી તેમની બહાદુરીને બિરદાવેલ હતી અને લોકશાહીને અખંડ રાખવા રાષ્ટ્રભાવનાને પ્રજવલ્લિત કરવા આપણે બીજા સુધરે તેવી આકાંક્ષાઓ રાખીએ છીએ. પરંતુ આપણે જ શરૃઆત કરીએ એ જ ઈચ્છનીય છે અને તે દેશના દરેક નાગરિકોની ફરજ છે અને તેમણે નિષ્ઠાપૂર્વક લોકશાહીને જાળવી રાખવા પ્રયત્નો કરવા જોઈએ અને આપણે દિવાળી, જન્માષ્ટમી, ઈદ, ક્રિસમસ, ગુરૃપર્વ, નવરાત્રિ જેવા તહેવારો ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. તો આ અદ્કેરા રાષ્ટ્ર ત્યોહારને સર્વશ્રેષ્ઠ ગણીને રાષ્ટ્રભાવના  સહવંદન કરવા જોઈએ.

તહેવાર અનેરો ઉત્સાહ માહોલ તથા રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ સમજી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવાનો એક પ્રયત્ન દરેક ભારતીય નાગરિકે કરવો જોઈએ તેવું જણાવેલ અને સૌને ૭૩માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવેલ.

આ કાર્યક્રમમાં ઈન્દ્રનિલભાઈ રાજગુરૃ, શકિતસિંહ જાડેજા, સંજયભાઈ ચાવડા, ધવલભાઈ પાડલિયા, હેમંતભાઈ વીરડા, ભાનુભાઈ તેરૈયા, રાજેશભાઈ પરિયા, કૃપાલભાઈ રવિયા, રાહુલભાઈ પંડયા, તુષારભાઈ ઘમ્મર, ભાષકરભાઈ પંડયા, અનિલભાઈ રાવલિયા, દિનેશભાઈ ભાલોડીયા, નટુભાઈ, વિજયભાઈ મહેતા, ભોગીલાલભાઈ જોશી, રૃદ્રદત્તસિંહ જાડેજા, જયુભા ઝાલા, અભયભાઈ મહેતા, અભિષેક જોશી, યશભાઈ ભટ્ટ, કિશનભાઈ જોશી, રવિભાઈ મહેતા, રાજુભાઈ બોરીસાગર, બિપીનભાઈ મહેતા, મુકુંદભાઈ ટાંક, ભાવેશભાઈ વાઘેલા, મયુરસિંહ પરમાર, દિપકભાઈ કારેલીયા, રવિભાઈ સોસા, અશોકભાઈ પરમાર, સમીરભાઈ ખીરા તથા બહેનોમાં વિધિબેન સોલંકી કનારા, પાયલબેન પંડયા, ભાવનાબેન વસોયા, કિરણબેન જોશી, હેતલબા ઝાલા, પ્રગનાબા ગોહિલ સહિતના હાજર રહેલ હતા. તેમજ હોટલ મિંટ ખાતે મિર્જાભાઈ, તુષારભાઈ ચૌહાણ, રાહુલભાઈ નિનામા, દિનેશભાઈ નિનામા, પ્રતિકભાઈ કરમકાર, જીતુભાઈ રાજ, કમલેશભાઈ ચૌહાણ, હરીશભાઈ નિનામા, મુકેશભાઈ, સતીસકુમારભાઈ હાજર રહેલ.

(2:38 pm IST)