Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

માધાપરમાં ધરમ સોલંકીને બહેનના સસરાએ માથામાં ટીફીન ફટકાર્યુ

સામે વિઠ્ઠલભાઇની પણ પોતાને મારકુટ થયાની રાવ

રાજકોટ તા. ૨૭: માધાપરમાં રહેતાં યુવાનને બહેનને સસરાએ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સામા પક્ષે પ્રોૈઢ પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ માધાપર રહેતો અને છુટક મજૂરી કરતો ધરમ ભીખાભાઇ સોલંકી (ઉ.૨૧) નજીકમાં જ રહેતાં પોતાની બહેન ભાવનાના ઘરે જતાં તેણીના સસરા વિઠ્ઠલભાઇએ ઝઘડો કરી માથામાં ટીફીન ફટકારી દેતાં અને ઢીકાપાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સામા પક્ષે વિઠ્ઠલભાઇ દાનાભાઇ પરમાર (ઉ.૫૦) પણ પોતાને મારકુટ થયાની રાવ સાથે હોસ્પિટલમાં પહોંચતા ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
ધરમના પિતા ભીખાભાઇએ કહ્યું હતું કે અમારી દિકરી ભાવના સાથે તના પતિ મહેશને માથાકુટ થઇ હોઇ હું અને ધરમ  મહેશને સમજાવવા ગયા હતાં. એ દરમિયાન અચાનક દિકરીના સસરાએ ધરમ પર હુમલો કર્યો હતો.
પરસાણાનગરમાં મહેશ પર બે શખ્સના ઇંટ પથ્થરના ઘા
જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં મહેશ ભરતભાઇ ઢાકેચા (ઉ.૪૦) પર દિનેશ ગોરી, વિવેક ગોરી સહિતે હુમલો કરી ઇંટના ઘા કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થતાં પ્ર.નગરમાં જાણ કરાઇ હતી. પરંતુ પોલીસ નિવેદન નોંધે એ પહેલા મહેશ જતો રહ્યો હતો.


 

(11:47 am IST)