Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા શિક્ષણમંત્રી

રાજકોટ : રાજકોટ શહેરની મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નં. ૫૯ ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી નિમિત્ત્।ે યોજાયેલ રકતદાન કેમ્પનું શિક્ષણમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યું હતું અને કેમ્પની મુલાકાત લીધી હતી. આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, અગ્રણી ઉદયભાઇ કાનગડ, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંત્રીએ વોર્ડ નંબર ૯ની અક્ષર સ્કૂલમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લીધી હતી જેમાં અગ્રણી પુષ્કરભાઈ પટેલ, ડી.વી.મહેતા, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(10:43 am IST)