Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ક્રાઇમ બ્રાંચે પુષ્કરધામ રોડ પરથી દારૂ ભરેલી રિક્ષા પકડી

 

રાજકોટઃ પુષ્કરધામ રોડ પર આશાપુરા હોટેલ પાછળથી ડીસીબીના એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી ં જીજે૦૩એયુ-૨૪ નંબરની રિક્ષા પકડી લેવાઇ હતી. રિક્ષામાંથી રૂ. ૪૮ હજારનો ૧૨૦ બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. સીપી, જેસીપી, ડીસીપી, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ, યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને ચેતનસિંહે આ કામગીરી કરી હતી.

માલવીયા ચોકમાંથી અમદાવાદના બે શખ્સ દારૂ સાથે પકડાયા

એ-ડિવીઝનના એએસઆઇ એચ. આર. ચાનીયા, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન માલવીયા ચોક પેટ્રોલ પંપ નજીકથી કીયા કાર જીજે૨૭ડીબી-૬૯૯૯માં દારૂની એક બોટલ સાથે નીકળેલા વિશાલ ધીરેન્દ્રકુમાર શેઠ (ઉ.૪૭-રહે. શિવાલીક બંગલોઝ, સેટેલાઇટ ચાર રસ્તા અમદાવાદ) તથા પારસ રણજીતભાઇ ગજ્જર (ઉ.૩૯-રહે. રાણીપ સ્વામિનારાયણ પાર્ક વી-૫૧૦, અમદાવાદ)ની ધરપકડ કરી કુલ ૫,૦૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(11:30 am IST)