Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક કમિટી સમક્ષ ઉત્કૃષ્ઠ દેખાવ માટે તમામ ક્ષેત્રે તડામાર તૈયારી

તમામ ભવનો-કાર્યાલયને કલરકામ શરૃઃ ઉચ્ચ ગુણ મેળવવા આશાવાદ

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી માર્ચે યુજીસીની નેક કમિટી દ્વારા ગુણવત્તા ચકાસણી - મૂલ્યાંકન કરવા આવનાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓ તમામ સ્તરે તડામાર તૈયારી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને કલર કરી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવેલ છે. નેકના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાયબ્રેરી - સ્ટુડન્ટ સેન્ટરની કામગીરી ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં  આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ તમામ ભવનો - કાર્યાલયને કલરકામ શરૂ કરવામાં આવ્યુ છે. કલરનું કામ ઝડપથી સંપન્ન કરવા માટે ઈજનેરોની ટીમ ખડેપગે છે.

(4:13 pm IST)