Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ભાજપે લોકશાહીના મહત્વને છીછરૂ બનાવી દીધુ

એનસીપી રાજકોટ કોર્પોરેશનની તમામ બેઠકો ઉપર ઝંપલાવશે : કાલે પ્રથમ યાદી જાહેર કરશે : કોંગ્રેસ સાથે હાલ કોઈ ગઠબંધન નહિં : એનસીપી યુવાઓ અને મહિલાઓને મહત્વ આપતો પક્ષ : રેશ્મા પટેલ

રાજકોટ, તા. ૨૭ : એનસીપીના ધુઆધાર નેતા રેશ્માબેન પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે ભાજપે લોકશાહીના મહત્વને છીછરૂ બનાવી દીધુ છે. એનસીપી રાજયની તમામ ચૂંટણીઓમાં ઝંપલાવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોની યાદી આવતીકાલે જાહેર કરવામાં આવશે.

એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ, પ્રવકતા અને સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રભારી રેશ્માબેન પટેલે જણાવ્યુ હતું કે એનસીપી સૌપ્રથમ વખત તમામ ચૂંટણીઓમાં ઝંપલાવી રહ્યુ છે. તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે જ ભાજપ તોડફોડની નીતિ અપનાવતુ હોય છે. જેના પરિણામ સ્વરૂપે અમે જનતા રાજની સ્થાપના કરીશુ. જો ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો વિજેતા બનશે તો તેઓને દર મહિને પોતાના વોર્ડમાં જનતા દરબાર યોજવો પડશે અને સ્થાનિકોના પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવી તેનો રીપોર્ટ કમીટી સમક્ષ આપવો પડશે. અમે નેતા બનીને નહિં પણ સેવક બનીને રહીશુ.

તેમણે જણાવેલ કે હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો અને શાળાઓની સુવિધાઓમાં વધારો લાવવાની ખાસ જરૂર છે. મોટાભાગના ગામડાઓમાં વિકાસ થયો જ નથી. એનસીપી કોર્પોરેશનની તમામ બેઠકો ઉપર ઝંપલાવી રહ્યુ છે ત્યારે હાલમાં તો કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધનની વાત નથી. અમારા પક્ષમાં યુવાઓ અને મહિલાઓને ખાસ મહત્વ આપવામાં આવે છે.

રેશ્માબેને કહ્યું હતું કે, ભાજપ તદ્દન ભેદભાવવાળી નીતિઓ અપનાવી રહ્યુ છે. ભાજપ સરકારના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ રાખવામાં આવતી હોય છે. જયારે વિરોધ પક્ષ કે અન્ય કોઈ પક્ષ આવા કાર્યક્રમોના આયોજન કરે તો તે રદ્દ કરી નાખવામાં આવે છે અથવા તો તેના ઉપર કોઈને કોઈ ચાર્જ લગાવી દેવામાં આવે છે. ભાજપે સિદ્ધાંતોને જ ખતમ કરી દીધા છે. અમે ભારતીય બંધારણના કાયદાને અપનાવીએ છીએ જયારે ભાજપ શું પાકિસ્તાનના બંધારણના કાયદાઓ અપનાવે છે? આ આખી સિસ્ટમ્સ જ બદલાવવાની જરૂર હોવાનું તેઓએ અંતમાં જણાવ્યુ હતું.

ઉપરોકત તસ્વીરમાં રેશ્માબેન પટેલ (મો. ૭૬૦૦૮ ૪૭૫૭૧) સાથે એનસીપીના પ્રદેશ સંગઠનમંત્રી રાકેશ દાફડા (મો.૮૭૩૩૯ ૯૩૧૧૧) અને રાજકોટ જીલ્લા પ્રમુખ સંદિપભાઇ ડોબરીયા (મો.૯૭૨૪૪ ૩૭૮૮૮) નજરે પડે છે.

(4:12 pm IST)
  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST