Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજકોટ એરપોર્ટ ખાતે શાનદાર ધ્વજારોહણ

રાજકોટ : પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે રાજકોટ એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેકટર શ્રી દિગંત બોરાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એરપોર્ટ પર કામ કરતી દરેક એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપકમાડન્ટ શ્રી કે.ઓ. સૂબાની ઉપસ્થિતિમાં એરપોર્ટ અગ્નિશમન કર્મચારીઓ દ્વારા શાનદાર પરેડ કરાઇ હતી, એરપોર્ટ પર શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એરપોર્ટને સુંદર શણગાર કરાયું હતું. યાત્રીઓને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

(2:54 pm IST)