Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સિવિલ હોસ્પિટલના તબિબો, નર્સ, એચઆર મેનેજર, સેનેટરી ઇન્સ્પેકટર, સિકયુરીટીનું ખાસ સન્માન કરતું જીલ્લા વહિવટી તંત્ર

૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રસંગે કોવિડ-૧૯ અંતર્ગત કરેલી કામગીરીની ખાસ નોંધ લેવાઇ : ડો. ઉમેદ પટેલ, ડો. રાજેશ ચુડાસમા, ડો. અલ્પાબેન જેઠવા, ડો. હર્ષાબેન પટેલ, શ્રીમતિ યશસ્વીનીબા જેઠવા, મેહુલ મહેતા, શ્રીમતિ સર્જીદાબાનુ મહિડા અને જાડેજા અજીતસિંહ દાનુભાનો સમાવેશઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સન્માન પત્રથી તમામને બીરદાવ્યા

રાજકોટઃ ગઇકાલે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના કાળમાં પોતાની અને પરિવારની પરવાહ કર્યા વગર રાત-દિવસ ફરજ બજાવી નોંધપાત્ર કામગીરી કરનારા તબિબો, સેનેટરી ઇન્સ્પેકટર, એચ.આર. મેનેજર, સ્ટાફ નર્સ, કોવિડ ડેથ મેનેજમેન્ટ વિભાગના બે મહિલા તબિબ તથા સિકયુરીટી ટીમના સિનીયર કર્મચારીનું જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કલેકટરશ્રી રેમ્યા મોહન અને મેડીકલ સુપ્રિ. ડો. પંકજ બુચ, આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડા, ડો. રોયના હસ્તે તમામનું સન્માન થયું હતું.

સન્માન પાત્ર કર્મચારીઓની યાદી અને શા માટે તેઓ સન્માનના હક્કદાર છે તેની માહિતી જોઇએ. (૧) ડો.ઉમેદ પટેલ -સહ પ્રાધ્યાપક, કોમ્યુનીટી મેડીસીન, પીડીયુ સરાકરી મેડિકલ કોલેજ, રાજકોટ. તેમના વિશે તબિબી અધિક્ષક ડો. પંકજ બુચે કહ્યું હતું કે-ડો. ઉમેદ પટેલે કોવીડ-૧૯ને લગતા સરકારી તમામ પ્રોટોકોલની માહિતી મેળવવી અને સંકલીત કરવી, તમામ આંકડાઓને પૃથ્થકરણ કરવા અને પડતા પાછળના મોટા ગજના કામ કરેલ છે. આ સાથે હાલમાં કોવીશિલ્ડ વેકસિન મેનેજમેન્ટ પણ સંભાળેલ છે.

(૨) ડો. રાજેશ ચુડાસામાં (સહ પ્રાધ્યાપક, કોમ્યુનીટી મેડીસીન, પીડીયુ સરાકરી મેડિકલ કોલેજ, રાજકોટ), તેમના વિશે ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે-તેમણે કોવીડ-૧૯ને લગતા સરકારી તમામ પ્રોટોકોલની માહિતી મેળવવી અને સંકલીત કરવી, તમામ આંકડાઓને પૃથ્થકરણ કરવા અને બીજા મોટા ગજના કામ કર્યા છે.

(૩) મેહુલ મહેતા-સેનેટરી ઇન્સ્પેકટર, પીડીયુ સરાકરી મેડિકલ કોલેજ, તેમના વિશે ડો. બુચનો અભિપ્રાય છે કે તેમણે કોવીડની મહામારી દરમ્યાન તેમજ સામાન્ય રીતે પણ પોઝીટીવ એટીટ્યુડ રાખી તેમજ સટાફ (વર્ગ-૪), અધિકારી વગેરે સાથે સારું સંકલન કરી કામગીરી કરેલ છે. રાઉન્ડ ધ કલોક દરેક વ્યવસ્થાપનમાં ઉચ્ચ કક્ષાની કામગીરી કરેલ છે.

(૪) શ્રીમતી યશસ્વીનીબા જેઠવા-એચ. આર. મેનેજર કોવીડ-૧૯, તેમના વિશે ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે-સમગ્ર કોવીંત પેસરથી માંડીને સટાફ, બિલ્ડીંગ મેનેજમેન્ટ અત્યંત સુંદર રીતે સમય જોયા વગર નિભાવેલ છે. તે દરમ્યાન તેઓ ખુદ કોવીડ પોઝીટીવ થયેલા અને હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મોબાઈલ દ્વારા સંપર્ક માં રહી અને પોતાની જવાબદારી સુવ્યવસ્થિત રીતે નિભાવેલ છે.

૫. શ્રીમતી સજેદાબાનું મહિડા-સ્ટાફ નર્સ, તેમના વિશે નર્સિંગ વિભાગના હેડ હિતેન્દ્ર ઝાખરીયાએ કહ્યું હતું કે-ઉપરોકત સિસ્ટર કોરોનાની મહામારીથી જ દિવસ રાત જોયા વગર કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં સેમ્પલ લેવાની ધનિષ્ઠ કામગીરી અને વધુમાં વધુ વ્યકિતઓને કાઉન્સેલિંગ કરી સેમ્પલ આપવા માટે પ્રોત્સાહિત કરેલ છે ઉપરાંત કોરોનાના દાખલ થયેલા દર્દીઓની. માવજત અને સારવાર બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

(૬) ડો. અલ્પાબેન જે. જેઠવા અને (૭) ડો. હર્ષાબેન પટેલ-મેડિકલ ઓફિસર, પી. ડી. યુ. સરકારી હોસ્પિટલ, કોવીડ ડેથ મેનેજમેન્ટ (વીરાંગનાઓ)...આ બંને ડોકટર વિશે આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે મહિલા હોવા છતાં છેલ્લા ૮ મહિનાથી કોવીડ ડેથ મેનેજમેન્ટ, પ્રોટોકોલ પ્રમાણે જ અને મૃત્યુનો મલાની જોગવાઈ અને કોઈ પણ બીજા ફેમિલી મેમ્બર સંક્રમિત ન થાય તેવી રીતે તમામ ધાર્મિક લાગણીઓ જળવાય તે રીતે દર્દીના સગાઓને કાઉન્સેલિંગ કરી અને અંતિમ દર્શનથી અંતિમ વિધિ સુધીની ક્રિયાઓને સુચારુ રીતે નિભાવેલ છે. ૨૪*૭ હજુ નિભાવી રહ્યા છે. તેમનું સન્માન સાચા અર્થમાં  સ્ત્રી શકિતની પ્રેરણા સ્ત્રોત હશે. ઉપરોકત બંને મેડિકલ ઓફિસરે ગ્રાઉન્ડ લેવલે અત્યંત સુંદર કામગીરી બજાવેલ છે. ડેથ મેનેજમેન્ટ ટીમમાં હેડ તરીકે મારું નામ દૂર કરી કરી અને મારી ટીમના ઉપરોકત બંને લેડી ઓફિસરને સન્માનિત કરવા મારી નમ્ર વિંનતી છે.

(૮) જાડેજા અજીતસિંહ દાનુભા સુરક્ષા કર્મચારી-તેમના વિશે સિકયુરીટી ટીમના કર્તાહર્તા ગિરીરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે-આ કોરોના કાળ દરમ્યાન પી. ડી. યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ખુબજ આવતા હતા અને તેમની સાથે તેમના સગા અને સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગ અને સિકયુરિટીનો રહે છે. કોવીંત હોસ્પિટલમાં દર્દીને જ જવા દેવામાં આવતા હતા. બીજા બધા માટે પ્રતિબંધ હતો. તો આ સમયમાં અમારા સિકયુરિટીમાં આ વ્યકિત સારી કામગીરી કરતા સાથે બધાને શીખ મળે તેવું પણ એટલે બધાને તેને જોઈને પ્રેરણા મળી રહે. તમામ માણસોને તેઓ ડિસિપ્લિનમાં રાખે છે. જેમકે વ્યવસ્થિત ડ્રેસ, દાઢી કરેલ, વાળ કાપેલું હોવા જોઈએ. તેનું વર્તને જોઈને જ બધાને પ્રેરણા મળે છે. વારંવાર હોસ્પિટલ ખાતે મોબાઈલની ચોરી થતી હોય છે પોલીસને બોલાવી તેઓ મોબાઈલ સોંપી દે છે. સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દી અને ડોકટર સાથે વારંવાર ઝઘડા થતા હોય ત્યારે સિકયુરિટી ઈન્ચાર્જ પોતે જ જઇને ઝઘડાનો હલ કરે છે. સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર ઘણા લોકો ગેરકાયદેસર વાહન પાર્ક કરી ટ્રાફિક જામ કરે છે. ત્યારે સિકયુરિટી ઇન્ચાર્જ ટોઇંગ બોલાવી વાહનને કાર્યવાહી કરાવે છે.

(10:29 am IST)