Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

૭૧માં પ્રજાસત્તાક દિવસની ડિવીઝનલ રેલ્‍વે મંડળમાં ઉત્‍સાહભેર ઉજવણીઃ ધ્‍વજવંદન સાથે દર્દીઓની સેવા-સુશ્રુષાના વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ : પમિ રેલ્‍વે રાજકોટ ડિવીઝન દ્વારા કોઠી કમ્‍પાઉન્‍ડ સ્‍થિત ડિવીઝનલ રેલ્‍વે મેનેજર શ્રી પરમેશ્વર ફુંકવાલની કચેરીના પ્રાંગણમાં આવેલા લોન એરીયામાં વિધિવત રીતે ધ્‍વજવંદનનો કાર્યક્રમ તમામ અધિકારીઓ અને કર્મચારીગણ અને પરીવારોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ તકે યોજાયેલી રેલ્‍વે પ્રોટેકશન ફોર્સની પરેડની સલામી રેલ્‍વે ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર ડીઆરએમ ફૂંકવાલે ઝીલી હતી. કાર્યક્રમની ઉજવણી દરમિયાન પમિ રેલ્‍વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલનો સંદેશો વાંચવામાં આવ્‍યો હતો જેમાં ૨૦૧૯ દરમિયાન રેલ્‍વે દ્વારા હાંસલ કરવામાં આવેલ સિદ્ધિઓની જાણકારી આપવામાં આવી હતી. આ દરમિયાન યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં  ગવાયેલા દેશભકિત ગીતોએ સૌના દિલ જીતી લીધા હતા અને રાષ્‍ટ્રીય એકતા અને ભાવનાથી વાતાવરણ ઓતપ્રોત બન્‍યુ હતું. આરપીએફના ડોગ સ્‍કવોડ દ્વારા દર્શાવવામાં આવેલ કરતબ જોઈ ઉપસ્‍થિત લોકો મ્‍હોમાં  આંગળા નાખી ગયા હતા. પમિ રેલ્‍વે મહિલા કલ્‍યાણ સંગઠનના અધ્‍યક્ષ શ્રીમતી કવિતા ફૂંકવાલ અને કાર્યકારી સમિતિના અન્‍ય સભ્‍યોએ રાજકોટ સ્‍થિત રેલ્‍વે હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને ફળ અને ગરમા ગરમ ભોજનનું વિતરણ કર્યુ હતું.   શ્રીમતી ફૂંકવાલએ આ તકે તમામ દર્દીઓ ઝડપથી સ્‍વસ્‍થતા મેળવે તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં ડિવીઝનલ રેલ્‍વે મેનેજર શ્રી પરમેશ્વર ફૂંકવાલ, એડીશ્નલ ડિવીઝનલ મેનેજર શ્રી ગોવિંદપ્રસાદ સૈની મંડળ સુરક્ષા આયુકત શ્રી દિનેશસિંહ તોમર અને અન્‍ય વરિષ્‍ઠ રેલ્‍વે અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(4:06 pm IST)