Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

કલેકટર - કોર્પોરેશન - જીલ્લા પંચાયતે સરકાર દ્વારા ૨ાા-૨ાા કરોડનું અનુદાનઃ ૧૦ યશસ્વી નાગરીકોનું ખાસ બહુમાન

રંગ છે રાજકોટ કાર્યક્રમે જમાવટ કરીઃ લોકોને મૂળભૂત હકકો મળીને જ રહેશે : જીલ્લાની વિકાસ વાટીકા -૨૦૨૦ પુસ્તિકાનું વિમોચનઃ પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ૨૭: ૭૧ મા પ્રજાસત્ત્।ાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌજન્યશીલ સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

રાજયપાલશ્રીઙ્ગ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદ કરાવવામાં અનેક વીરોએ શહીદી વહોરી હતી. શહીદોનાં બલિદાનના કારણે આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે. આપણું રાષ્ટ્ર ગણતંત્ર રાજય બની શકયું છે. દુનિયાનો સૌથીઙ્ગ મોટો લોકતાંત્રિક દેશ ભારત બન્યો છે.

ભારતના વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાષ્ટ્રીય પર્વો જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી જે તે જિલ્લાને રાષ્ટ્રીય પર્વ ઉજવણીનો લહાવો પ્રાપ્ત થાય છે.

દેશના વિકાસમાં ગુજરાતે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાપુરૂષો આપ્યા છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના સપુત છે ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતની પ્રગતિમાં ફાળો આપવો જોઇએ તેમ રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય પર્વ નિમિત્ત્।ે રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને લોકશાહી અને પ્રજાસત્ત્।ાક પર્વની ઉજ્જવળ પરંપરાનું સંવર્ધન કરવા સંકલ્પબદ્ઘ થવા આહ્વાન કર્યું હતું. કચ્છ થી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશની એકતા અને અખંડિતતા સ્થાપિત કરવામાં દેશના નાગરિકના સહકારની કામના મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉચ્ચારી હતી.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારની રાજયના નાગરિકો પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યકત કરતા જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધીના નાગરિકને તેના મૂળભૂત હક્કો સમાન રીતે ભોગવવા મળે તે માટે રાજય સરકાર કૃતનિશ્યયી છે.

રાજકોટના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાને રૂપિયા અઢી-અઢી કરોડનું અનુદાન મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્ત્।ાક પર્વની પૂર્વ સંધ્યાએ એનાયત કર્યું હતું

વિવિધ ક્ષેત્રે ઉત્ત્।મ કામગીરી અર્થે ૧૦ યશસ્વી નાગરિકોનું રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે  બહુમાન બહુમાન કરાયું હતું.

જિલ્લા વહીવટીતંત્ર તથા પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા સંયુકત રીતે પ્રકાશિત કરાયેલી વિકાસ વાટિકા ૨૦૨૦ નુ વિમોચન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના રાજય સરકાર દ્વારા અમલી બનાવેલા વિવિધ સિદ્ઘિઓનું આલેખન કરાયું છે.

સ્વાગત પ્રવચન કલેકટરશ્રી રેમ્યા મોહનએ કર્યું હતું. જવલંત છાયા લિખિત 'રંગ છે રાજકોટ'નાટ્ય પ્રસ્તુતિ ૧૦૦ કલાકારો દ્વારા થઇ હતી. જેને બહોળી સંખ્યામાં લોકોએ માણી હતી.

આ કાર્યક્રમમાં રાજયપાલશ્રીના ધર્મપત્નીશ્રી દર્શનાદેવી, શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વેશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી કમલેશભાઈ મીરાણી, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ,  શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજયના મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, પોલીસ મહાનિર્દેશકશ્રી શીવાનંદ જા, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવશ્રી અશ્વીનીકુમાર,સચિવશ્રી કમાલ દયાની, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રણવસીયા, અધિક નિવાસી કલેકટર શ્રીઙ્ગ પરિમલ પંડ્યાઙ્ગ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ઉદય વૈષ્ણવે કરેલું હતું.

(10:23 am IST)