Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

તમાકું નિયંત્રણ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો લો-એન્ફોર્સર્સ વર્કશોપ

રાજકોટ :  તમાકુના સેવનની આરોગ્ય પર પડતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે ભારત સરકારશ્રી દ્વારા ‘‘સિગરેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડકટસ એકટ-ર૦૦૩’’ (COTRA) નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડયો છે. આ કાયદામાં વિવિધ કલમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ કાયદાના ભંગ કરવામાં આવે તો શું દંડ થાય તે અંગે લો-કોલેજના પીએલવી તથા અન્ય કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લો-એન્ફોર્સર્સ વર્કશોપમાં ફુલટાઇમ સેક્રેટરી આર. કે. મોઢ, માજી સાંસદ રમાબેન માવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો. મિતેષ ભંડેરી, પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડો. મુકેશ પટેલ, પીએમએસ વિભાગ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડો. કાદરી જિલ્લા એપેડેમીક અધિકારીશ્રી નિલેશ એમ. રાઠોડે તમાકું નિયંત્રણ કાર્યક્રમ અન્વયે તમારૂ નિયંત્રણ અધિનિયમ-ર૦૦૩ વિષે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ.

(1:06 pm IST)