Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

દારૂ પીવાની ટેવથી કંટાળી શ્રીકાંતભાઇ કુસવાહનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ : ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર નં. ૧૭૧રમાં રહેતા શ્રીકાંતભાઇ રેખાભાઇ કુસવાહ (ઉ.વ.૩૭) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃત શ્રીકાંતભાઇ કલરકામ કરતા હતા તેને દારૂ પીવાની ટેવ હોઇ તેથી કંટાળી આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ યુ.બી. પવારે તપાસ આદરી છે.

(11:50 am IST)