Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ તાત્કાલિક કરવાની ગાયત્રીબાની સફળ રજુઆત

રાજકોટ તા.૨૬: શહેરની સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરી તાત્કાલિક ધોરણે લોકોને જાહેર આરોગ્યની સુવિધા તાત્કાલિક પ્રાપ્ત  થાય. ૨૪૦ થી ૨૫૦ બેડની અદ્યતન સુવિધા, આઠ ઓ.ટી.(ઓપરેશન થિયેટર) સહિતની સુવિધા સૌરાષ્ટ્ર અને રાજકોટની ગરીબ જનતાને તાત્કાલિક મળે અને પૂરતા પ્રમાણમાં ડોકટર અને નર્સિગ સ્ટાફની વ્યવસ્થા ઊભી થાય તે બાબતે અનેક વખત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ નં.૩નાં જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા  રજૂઆત કરવામાં આવી હતી.

આ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે. ત્યારે ગાયત્રીબાની રજૂઆતને સફળતા પ્રાપ્ત થઇ છે.

આ અંગે ગાયત્રીબા દ્વારા જણાવ્યું હતું કે, તા. રર ઓકટોમ્બરના રોજ રાજકોટ જિલ્લા કલેકટર મારફત રાજયના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલને આ નવા બિલ્ડીંગનું સીવિલ વર્ક ર૦૧૮માં પૂર્ણ થઇ ગયેલ છે. તેમજ સીવિલ સર્જનની લાપરવાહીના કારણે અદ્યતન ૮ ઓપરેશન થિયેટરો તૈયાર કરવામાં થયેલો વિલંબ અને આ કામની જવાબદારી એજન્સી સામે પગલા ભરવા માંગ કરવામાં આવી છે. જેથી તાત્કાલીક ધોરણે હવે આ લોકાર્પણ કરી લોકોને સુવિધા આપવામાં ગાયત્રીબા વાઘેલા દ્વારા રજૂઆતો કરાઇ હતી તેની ફલશ્રુતિરૂપે નવી સીવિલ હોસ્પિટલના બીલ્ડીંગનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે.

(4:02 pm IST)