Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

શાપર-વેરાવળમાં રાજકોટનો હરપાલસિંહ ઝાલા દેશી તમંચા સાથે પકડાયો

સીન જમાવવા હથીયાર રાખ્‍યાની કબુલાતઃ રૂરલ એસઓજીએ ઝડપી લીધો

રાજકોટ, તા., ૨૬: શાપર-વેરાવળમાં દેશી તમંચા સાથે નીકળેલ રાજકોટના શખ્‍સને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

વિધાનસભાની ચુંટણી પુર્વે ગેરકાયદે  હથીયારો શોધી કાઢવાની રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે રૂરલ એસઓજીના પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મિયાત્રા તથા પીએસઆઇ રાઠોડ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે શાપર-વેરાવળમાં મારૂતી પેટ્રોલ પંપની બાજુમાં સર્વીસ રોડ ઉપર ગેરકાયદે દેશી તમંચો કિ. ૫૦૦૦ રૂા. સાથે ઉભેલ હરપાલસિંહ દિલીપસિંહ ઝાલા રે. અમરનગર શેરી નં. ૭ ચંદ્રેશનગર મેઇન રોડ રાજકોટને ઝડપી લઇ શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યો હતો.

પકડાયેલ હરપાલસિંહે આ હથીયાર સીન જમાવવા રાખ્‍યાની કબુલાત આપી છે. આ હથીયાર કોની પાસેથી લીધુ હતું ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(1:38 pm IST)