Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજકોટના રેસકોર્સ ગાર્ડન ચબૂતરા નજીક કારની ઠોકરે ચકરડી ચડ્યા બાદ ફુગ્ગા વેંચતા મા દિકરો પણ ઠોકરે ચડતા ઇજા: કાર મહિલા ચલાવતી હોવાની ચર્ચા

રાજકોટઃ સાંજે રેસકોર્સ ગાર્ડન ચબૂતરા નજીક જ્યાં બાળકોની રાઈડ્સ રાખવામાં આવે છે ત્યાં અચાનક એક બેકાબુ કાર ચકરડીમાં ધસી આવતા તેમાં અને કારમાં નુકસાન થયું હતું. આગળ જતા કારની ઠોકરે ફુગ્ગા રમકડાં વેચતી મહિલા અને તેનો પુત્ર પણ ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કાર મહિલા ચલાવતી હોવાનું ઘટના સ્થળે હાજર લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(7:59 pm IST)