Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

'મિશન ૨૦૨૨'માટે આમ આદમી પાર્ટી સજ્જઃ સમીક્ષા બેઠક

રાજકોટ : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ શહેર સંગઠન વિશેની કામગીરી જેવી કે પોલીંગ સ્ટેશન ઇન્ચાર્જ બુથ ઇન્ચાર્જ તથા બુથ કમીટી, વોર્ડ વાઇઝ વિવિધ મોરચાના સંગઠનોની રચના અને આજ સુધીમાં થયેલ સંગઠન અંગેની કામગીરીના લેખા-જોખા તેમજ જરૂરી માર્ગદર્શન માટે રાજકોટ શહેર ટીમમાંથી શહેર અધ્યક્ષ, શિવલાલભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, મંત્રી રમેશભાઇ ગોજારીયા, સોશ્યલ મિડીયા ઇન્ચાર્જ હિતેશભાઇ ચૌહાણને જરૂરી માહિતી સાથે અમદાવાદ ખાતે બોલાવેલ હતા. રાજકોટની વિસ્તૃત માહિતીના અભ્યાસ બાદ ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવે હર્ષ સાથે જણાવેલ સંગઠનની બાબતમાં રાજકોટ આગળ વધી રહ્યુ છે. આગામી મિશન ૨૦૨૨ અંગે રાજકોટ પાસેથી સારા પરિણામની આશા સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ મિટીંગમાં ગુજરાત પ્રદેશ ટીમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા, સહપ્રભારી રાજેશભાઇ શર્મા, ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, મહામંત્રી સાગરભાઇ રબારી, મહામંત્રી જયદિપભાઇ પંડ્યા તેમજ ગુજરાત પ્રદેશ ટીમના તમામ હોદેદારો ઉપસ્થિત રહેલ. શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે.

(3:27 pm IST)