Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મેટોડામાં કટારીયા સ્નેકના કર્મચારી રણજીત કોૈલનું પડી ગયા બાદ બેભાન થઇ જતાં મોત

મુળ એમપીના યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં આવેલા કટારીયા સ્નેક પેલેટ્સ પ્રા.લિ. નામની કંપનીમાં કામ કરતાં અને ત્યાંની રૂમમાં રહેતાં રણજીતકુમાર અમૃતલાલ કોૈલ (ઉ.વ.૨૧)નું બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

રણજીત કોૈલ સવારે કંપનીની રૂમ પર હતો ત્યારે એકાએક પડી જતાં બેભાન થઇ જતાં તેને પ્રથમ ઓમ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ આ અંગે લોધીકા પોલીસને જાણ કરી હતી. મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. મૃતક મુળ એમપીના રીવાનો વતની હતો.

(2:51 pm IST)