Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણી જાહેરઃ ૧૭ ડીસેમ્બરે મતદાન

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મોંકુફ રહેલ ચૂંટણીના કારણે ર૦ર૧ ની ચૂંટણીમાં ભારે ગરમાવોઃ ગુજરાત બાર.કાઉન્સીલની ''વન બાર વન વોટ'' ના નિયમોનુસાર ચૂંટણી યોજાશેઃ પ્રમુખ સહિત સાત જગ્યા માટે એક-એક અને કારોબારીની નવ જગ્યા માટે ચુંટણી યોજાશે

રાજકોટ તા.ર૬ : કોરોના કારણે છેલ્લા બે વર્ષથી મૌકુફ રહેતી વકીલોની આગામી ર૦ર૧ ના વર્ષ માટે રાજકોટ બાર.એસો.દ્વારા ચૂંટણી પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી તા.૧૭/૧ર/ર૧ ના રોજ રાજકોટ બાર એસો.ની ચૂંટણી જાહેર થઇ છે. ગુજરાત બાર. કાઉન્સીલના નિયમો મુજબ રાજયના દરેક બાર.એસોની ચૂંટણી યોજાશે.રાજકોટ બાર.એસોના ચૂંટણી અધિકારી મહર્ષિભાઇ પંડયા અને અતુુલભાઇ દવેએ બહાર પાડેલ જાહેર યાદી મુજબ આગામી તા.૧૭ ડીસે.ર૦ર૧ના રોજ ચુંટણી યોજાશ.ે જાહેર થયેલ યાદી મુજબ તા.ર૬/૧૧/ર૧ ના રોજ બાર.કાઉન્સીલ ઓફ ગુજરાતની ''વાન બાર વોટ'' મુજબ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. અને તા. ૩/૧ર/ર૧ ના રોજ ફાયનલ મતદાર યાદી જાહેર થશે.

બાર. એસો.ની ચૂંટણીમાં તા.૪ ડીસેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને તા.૭/૧ર/ર૧ ના રોજ બપોરના ર-૩૦ વાગ્યે ફોર્મ ભરવાની મુદત પુરી થશે.

ત્યારબાદ તા.૭, ડીસેમ્બરના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આજ દિવસે સાંજના પાંચ વાગ્યે પ્રથમ યાદી બનશે તા.૯ ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. અને તા.૧૦ ડીસેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. અને તા.૧૭ ડીસે.ના રોજ રાજકોટ બાર.એસો.ના હોલમાં સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી મતદાનનો સમય નકકી કરવામાં આવ્યો છે.

રાજકોટ બાર.એસો.ની યાદી મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર લાયબ્રેરી સેક્રેટરી અને મહિલા કારોબારી અનામતની એક-એક જગ્યા તેમજ કારોબારી માટે કુલ ૯ જગ્યાઓ માટે ચૂંટણી યોજાશે રાજકોટ બાર. એસો.ની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થતા જ ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોના નામો ટૂંક સમયમાં બહાર આવશે. છેલ્લે  બે વર્ષથી કોરોનાના કારણે ચૂંટણી યોજાઇ શકેલ ન હોય આ વર્ષે બાર.એસો.ની ચૂંટણીમાં ભારે ગરમાવો આવે તેવા સંજોગો ઉભા થયા છે.

(2:50 pm IST)