Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કોઠારિયા રીંગ રોડ વિસ્તારમાં આવેલ કુંડી સાફ કરાવી ઢાંકણા મુકો : રજુઆત

રાજકોટ : શહેરનાં વોર્ડ નં,૧૫ ના કોઠારીયા રીંગ રોડ નેશનલ હાઈવે ૮ બી, ખોખડદડ નદીના પુલ પાસે કાંન્તીનગર શેરી નં,૨ ના કોર્નર ઉપર આવેલ વિજય સ્ટીલ પાસે જાહેર સર્વિસ રીંગરોડ ઉપરની ચોમાસા વરસાદના પાણીના નિકાલ માટેની કેનાલ કુંડી ખુલી હોવાથી કોઈપણ સમયે હળવા અથવા ભારે વાહનો ના એકસીડન્ટ અકસ્માત થવાની શકયતા રહેલ હોવાથી સ્થળ તપાસ કરી કેનાલ કુંડી ની અંદર અતિશય ધુળ માટી પથ્થર  કચરાથી ભરાઇ ગયેલ છે તે કેનાલ કુંડી માંથી કઢાવી સફાઈ કરાવી કુંડી ઉપર ચાપણીયા ઢાંકણા મુકાવી આપવા, સામાજીક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા મ.ન.પા.ના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.

(2:47 pm IST)