Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૨૬: રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનના ગુના મુજબ પ્રોહિબીશનની કલમ ૧૧૬ (બી), ૯૮ (ર), ૮૧ના ગુન્હા સંદર્ભે આ કામના આરોપી ઇરફાન ભીખુભાઇ રાઉમા વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાના સંદર્ભે રાજકોટના એડિશ્નલ ચીફ જયુડી.મેજી.જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આ કામના આરોપીઓને સદરહું ગુનાના કામે નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે, ગત તા.૮-૮-૨૦૧૯ના રોજ ઇરફાન ભીખુભાઇ રાઉમા રહે. રાજકોટ નામના શખ્સની ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂની મેક ડોનલ્સ નંબર રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.બોટલો નંગ ૩૧૨ જેની એક બોટલની કિંમત રૂ.૫૦૦/ એક બોટલ નંગ ૩૧૨ની કિંમત રૂ.૧,૫૬,૦૦૦/ તથા રોયલ ચેલેન્જ ફીનેસ્ટ વ્હીસ્કી બોટલ નં.૩૭૨ની કિંમત રૂ.૧,૯૨,૦૦૦/ મળી આવતા માલવીયા પોલીસ સ્ટેશનના અમલદારોએ ઝડપી પાડયો હતો. ત્યારબાદ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના અમલદાર વિજયસિંહ ઝાલા દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યારબાદ કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરેલ ત્યારબાદ ફરીયાદી, સાહેદો, પંચો તપાસેલ જે આ કામમાં ફરીયાદી પોતાનો કેસ સાબિત કરી શકેલ નહિં. જે આ કામના યુવા વકીલ અજય હેમતભાઇ દાવડાએ સુનાવણી વખતે આરોપી તરફે સચોટ દલીલના કરતાં તે દલીલ મંજુર રાખી આરોપીને રાજકોટના એડિશ્નલ ચીફ જયુડી. મેજી.જજની કોર્ટ જજે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપી તરફેના રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અજય હેમતભાઇ દાવડા, દિપક એચ.બારોટ, ભાવિશા વી.પંડીત, જીગર દત્તાણી તથા મીત સોમૈયા રોકાયેલ હતા.

(2:44 pm IST)