Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વસીમ રીઝવી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા રાજકોટ મુસ્લીમ સમાજની માંગણી

 રાજકોટઃ તાજેતરમાં વસીમ રીઝવી લખનઉવાળાએ તેના ઇન્ટરવ્યુમાં ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબના જીવનચરીત્ર બાબતે ખુબ જ અપમાનજનક શબ્દો ઉચ્ચારી પયગમ્બર સાહેબની શાનમાં ગુસ્તાખી કરી ઇસ્લામ ધર્મનું અપમાન કરી મુસ્લિમોની ધાર્મીક લાગણીને ઠેસ પહોંચાડી ગંભીર ગુન્હો કરેલ હોય, આ શયતાન વસીમ રીઝવી દ્વારા અગાઉ પણ પવિત્ર કુરાન શરીફમાંથી ર૬ આયાતી દુર કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ જે અરજી સુપ્રિમ કોર્ટ દ્વારા રદ કરી લપડાક મારવામાં આવેલ હતી. ત્યારે તાજેતરમાં જ વસીમ રીઝવીએ પ્રસિધ્ધ કરેલા પુસ્તક પર પ્રતિબંધ મુકવા અને વારંવાર દેશની એકતા, શાંતી અને ભાઇચારામાં આ વસીમ રીઝવી ખતરા સમાન હોય, જેથી તેની વિરૂધ્ધ કાયદાકીય કલમ હેઠળ ફરીયાદ દાખલ કરવા, રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાન સમક્ષ મુસ્લીમ સમાજે માંગણી કરી છે અને સૌ મુસ્લીમ બિરાદરોને કાયદા ઉપર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. આ તકે મૌલાના સૈયદ હાજી સિકંદરબાપુ કાદરી, હાફીઝ અકરમ બાપુની આગેવાની હેઠળ અગ્રણીઓ યુનુસભાઇ જુણેજા (લક્કી) હબીબભાઇ કટારીયા, ફારૂકભાઇ બાવાણી, રજાકભાઇ જામનગરીઘ્,મુસ્તફાભાઇ કચરા, સમીરભાઇ જસરાયા, ફારૂકભાઇ કટારીયા, પરવેજભાઇ કુરેશી, જાવેદભાઇ રાઠોડ, ઇલુભાઇ મેમણ વગેરેએ રજુઆતમાં જોડાઇને પોતાની આક્રોશ વ્યકત કર્યો હતો.

(2:40 pm IST)