Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

એ.જી. સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ

 વોર્ડ નં. ૧૦ માં કાલાવડ રોડ પાસે આવેલ એ. જી. સોસાયટી ખાતે પેવર રોડનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ તકે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, ભાજપ અગ્રણી બળવંતસિંહ રાઠોડ, રત્નદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ ઘનશ્યામભાઇ ભટ્ટ, દાઉદભાઇ ફુલાણી, મયુરસિંહ જાડેજા, ગીરીરાજસિંહ રાઠોડ, દિલીપસિંહ જાડેજા, બીપીનભાઇ ઘાટલીયા, જશુબા રાઠોડ, ઇન્દુબેન ત્રિવેદી, વિરલભાઇ શાહ, બ્રીજ ભટ્ટ, અનીરૂધ્ધસિંહ રાયજાદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:39 pm IST)