Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જન્મદિનના ત્રણ દિવસ પહેલા જ સાજેદા ઉંર્ફ સંજનાને પરણેલા પ્રેમી સંદિપ પટેલે શંકાને કારણે રહેંસી નાંખી’તી

રીબડા પાસે મળેલી લાશની ઓળખ થવા સાથે હત્યાનો ભેદ ખુલ્યોઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચે હત્યારાને દબોચી ગોંડલ પોલીસને સોંપ્યો : કોઠારીયામાં ત્રણ વર્ષ પહેલા શિવણ ક્લાસમાં જતી ત્યારે પરણેલા ઢગા કોઠારીયા સોલવન્ટના સંદિપ સગપરીયાની જાળમાં ફસાતાં વિધવા-માતા-ભાઇ-બહેનને છોડી તેના ભેગી રહેવા જતી રહી’તીઃ ત્યારથી પરિવારજનોએ તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો : સંદિપથી બચવા સંજનાએ તેના કપાળે પાણો ફટકાર્યો, આમ છતાં સંદિપે ક્રુરતાથી ગળુ દાબી રાખ્યું ને શ્વાસ રૂંધી નાંખ્યા : ઝઘડો થતાં ૧૧ દિવસથી અલગ રહેવા જતી રહેલી સાજેદાએ ૨૪મીએ સાંજે ૪ વાગ્યે ફોન કરતાં સંદિપે તેને મળી કરિયાણુ લઇ દીધુ હતું: એ પછી રાતે ફોન કરી ‘કામ છે’ કહી ગોંડલ રોડ ચોકડીએ બોલાવીઃ એક્ટીવામાં બેસાડી પોતાના મુળ વતન રીબડા લઇ ગયોઃ રસ્તામાં હોટલે પાણી પીવડાવ્યું અને થોડે આગળ જઇ હત્યા કરી નાંખી : સંદિપ થકી સાજેદા એક પુત્રની માતા બની હતીઃ તે કોઇ સાથે ફોનમાં વાતો કરતી હોઇ ચારિર્ત્ય પર શંકા ઉંપજતાં ગળુ દાબી પતાવી દીધી’તી : હત્યા કર્યા બાદ સંદિપ ઘરે આવી સુઇ ગયો, જીવતી હશે તેવી શંકા ઉંપજતાં રાતે બે વાગ્યે ફરી રીબડા જઇ લાશ ચેક કરી આવીને ઉંંઘી ગયો’તો! : સંદિપ સગપરીયા અગાઉં જમીન કોૈભાંડમાં પણ સંડોવાયો હતો : મુળ રીબડાનો સંદિપ ગામમાં કણબી તરીકે ઓળખાય છે : ક્રાઇમ બ્રાંચના મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહે ગોહિલની પાક્કી બાતમીથી વધુ એક રહસ્યમય હત્યાનો ભેદ ઉંકેલાયો

શંકાએ જીવ લીધોઃ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી સાજેદા ઉંર્ફ સંજનાનો ફાઇલ ફોટો, તેનો નિષ્પ્રાણ દેહ અને હત્યા કરનાર સંદિપ સગપરીયા
રાજકોટ તા. ૨૬: ગઇકાલે રીબડા પાસેથી મળેલી અજાણી યુવતિની હત્યા કરાયેલી લાશ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી સાજેદા ઉંર્ફ સંજના સંદિપ સગપરીયા (ઉં.વ.૨૦)ની હોવાનું રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલતાની સાથે જ હત્યાનો ભેદ પણ ખુલી ગયો હતો. ડીસીબીના મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની જોડીએ વધુ એક વખત રહસ્યમય હત્યાનો ભેદ ઉંકેલવામાં પાક્કી બાતમી મેળવી હતી. મુળ મુસ્લિમ જ્ઞાતિની સાજેદાને ત્રણ વર્ષ પહેલા સહકાર રોડ રઘુવીર સોસાયટીના પરિણિત પટેલ શખ્સ સંદિપ છગનભાઇ સગપરીયા (ઉં.વ.૩૮) સાથે પ્રેમ થઇ જતાં બંને સાથે રહેતાં હતાં. સાજેદા (સંજના) સંદિપ થકી એક પુત્રની મા પણ બની હતી. પરંતુ હવે તેણી બીજા કોઇ સાથે વાતો કરતી હોવાની સંદિપને શંકા જતાં તેણીને વાત કરવાના બહાને ૨૪મીએ રાતે રીબડા લઇ જઇ ગળાચીપ આપી રહેંસી નાંખ્યાનું ખુલ્યું છે. આવતીકાલે ૨૭મીએ જ સાજેદા ઉંર્ફ સંજનાનો ૨૧મો જન્મદિન છે. તે બર્થડે ઉંજવે તેના ત્રણ દિવસ પહેલા જ તેની હત્યા થઇ ગઇ હતી.
ગઇકાલે એક યુવતિની હત્યા કરાયેલી લાશ મળતાં ગોંડલ તાલુકા પોલીસે તેની ઓળખ મેળવવા દોડધામ આદરી હતી. ત્યાં જ રાજકોટ ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમી પરથી હત્યાનો ભોગ બનનાર યુવતિ કોઠારીયા વિસ્તારમાં તેના પ્રેમી સંદિપ સગપરીયા સાથે ત્રણેક વર્ષથી રહેતી કોઠારીયાના શબાનાબેન ફિરોઝભાઇ સમાની દિકરી સાજેદા ઉંર્ફ સંજના હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે મુળ રીબડાના સંદિપ છગનભાઇ સગપરીયા (ઉં.૩૮-રહે. હાલ રઘુવીર સોસાયટી-૫, સહકાર રોડ)ને સકંજામાં લઇ પુછતાછ આદરી હતી. તે તેની પત્નિ અને પુત્રી સાથે અહિ રહેતો હતો. તેને હત્યાનો ભોગ બનેલી સાજેદા વિશે પુછતાછ કરતાં પહેલા તો પોતે કંઇ જાણતો ન હોવાનું ગાણુ ગાયુ હતું. પણ આકરી પુછતાછ થતાં જ તેણે પોતે જ સાજેદા ઉંર્ફ સંજનાની હત્યા કર્યાનું કબુલ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સાજેદા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા હયાત નથી. ત્રણ વર્ષ પહેલા તે શિવણ ક્લાસમાં જતી હતી ત્યારે કોઠારીયા વિસ્તારમાં મિત્રના ઘરે આવતાં અને છુટક બાંધકામનું કામ કરતાં સંદિપ સગપરીયા સાથે તેણીની ઓળખ થતાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એ પછી તે માતા-સ્વજનોને છોડી સંદિપ સાથે રહેવા જતી રહી હતી. બંને પતિ-પત્નિની જેમ રહેતાં હોઇ સાજેદા ઉંર્ફ સંજના સંદિપ થકી એક પુત્રની માતા પણ બની હતી. સંદિપ તેની પત્નિ સાથે પણ રહેતો હતો.
સંદિપે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સાજેદા ઉંર્ફ સંજના બીજા કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાતો કરતી હોઇ અને તેને પુછવા છતાં તે કંઇ કહેતી ન હોઇ જેથી શંકા ઉંપજી હતી. ઝઘડો થતાં ૧૧ દિવસથી તે મને છોડીને અલગ રહેવા જતી રહી હતી. ૨૪મીએ સાંજે ચાર વાગ્યે તેણીએ કરીયાણું લેવું છે તેવો ફોન કરતાં હું તેને મળ્યો હતો અને મેં તેને કરીયાણું લઇ દીધુ હતું. રાતે ઘરે ગયા પછી મારો મગજ ભમતો હોઇ મેં તેને ફોન કરીને મળવા માટે ગોંડલ રોડ ચોકડીએ બોલાવી હતી. અહિ તે કોની સાથે વાતો કરે છે? એ વાતને લઇને ફરી ઝઘડો થતાં તેને એક્ટીવામાં બેસાડી હું રીબડા તરફ લઇ ગયો હતો. ત્યાં લોધીકા ચોકડીએ હોટલે ઉંભા રહી પાણી પીધુ હતું.
એ પછી આગળ જતાં ફરી ઝઘડો થતાં તેને રોડ નીચે લઇ જઇ ગળાચીપ આપી દીધી હતી. તેણીએ બચવા માટે મને પથ્થર ફટકારતાં કપાળે ઇજા થઇ  હતી. પણ મેં પક્કડ ઢીલી પડવા દીધી નહોતી અને ગળાચીપ આપી પતાવી દીધી હતી અને ઘરે આવી સુઇ ગયો હતો. એ પછી મોડી રાતે શંકા ઉંપજી હતી કે કદાચ એ જીવતી હશે તો? આ શંકાનું સમાધાન કરવા હું ફરીથી રાતે જ્યાં તેની લાશ પડી હતી ત્યાં ચેક કરવા ગયો હતો. એ મરી જ ગઇ છે એવી ખાત્રી બાદ ફરી ઘરે આવી સુઇ ગયો હતો.
સંદિપ અગાઉં માલવીયાનગર પોલીસમાં વર્ષ ૨૦૧૬માં બોગસ દસ્તાવેજો ઉંભા કરવાના કોૈભાંડમાં પકડાયો હતો. હાલમાં તે જીમ્મી ટાવરમાં ઓફિસ રાખી ત્યાં બેસે છે. અગાઉં બાંધકામનું કામ કરતો હતો. હાલમાં કંઇ કરતો નથી. તેને રીબડામાં ખેતર પણ છે અને ત્યાં ગામમાં કણબી તરીકે ઓળખાય છે.
હત્યાનો ભોગ બનનાર સાજેદા ઉંર્ફ સંજનાના માતા કોઠારીયાના શબાનાબેન ફિરોઝભાઇ સમાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે સંદિપ સગપરીયા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. શબાનાબેને જણાવ્યું હતું કે મારી દિકરી સાજેદા ઉંર્ફ સંજના ત્રણ વર્ષથી સંદિપ સાથે રહેતી હતી. તેને સંદિપે ભોળવી લીધી હતી. એકાદ વખત મેં તેને પાછા ઘરે આવી જવા પણ સમજાવી હતી. આવતી કાલે ૨૭/૧૧ના રોજ મારી દિકરી સાજેદા (સંજના)નો જન્મ દિવસ છે, એ ૨૦ વર્ષ પુરા કરવાની હતી. એ પહેલા તેની તેના પ્રેમીના હાથે હત્યા થઇ ગઇ હતી.
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એલસીબી પીઆઇ એ. આર. ગોહિલ, ગોંડલ તાલુકા પીએઅસાઇ એમ. જે. પરમાર, શહેર ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલે આ ભેદ ઉંકેલ્યો હતો. આરોપીને ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

(11:06 am IST)