Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કુવાડવા રોડ રામેશ્વર સોસાયટીના મકાનમાં દારૂની ૬૦ બોટલ સાથે સુરેશ પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમનો દરોડોઃ રૂ. ર૪ હજારની મતા કબ્જે

રાજકોટ, તા., ૨૫: કુવાડવા રોડ પર મામાવાડીની સામે રામેશ્વર સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

 મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર મામાવાડી પાસે રામેશ્વર સોસાયટીમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા રામેશ્વર સોસાયટી ટાવરવાળી શેરીમાં આવેલા મકાનમાં દરોડો પાડી રૂ. ર૪,૬૧પની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે સુરેશ દોલુભાઇ વિક્રમા (ઉ.વ.૩પ) (રહે. રંગીલા  મેઇન રોડ મામાવાડીની સામે રામેશ્વર સોસાયટી)ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, એ.એસ.આઇ. હરદેવસિંહ જાડેજા, કોન્સ. એભલ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર તથા સોકતભાઇ ખોરમ દ્વારા કરવામાં આવી છે.

(3:52 pm IST)