Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બંધારણ દિવસ અંતર્ગત ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા કાલે 'સંવિધાન ગૌરવ યાત્રા'

રાજકોટ,તા. ૨૫ : પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, શહેર ભાજપ ઉપ્રમુખ અને અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે બંધારણદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા 'સંવિધાન ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવેલ છે.

આ ગૌરવ યાત્રામાં આકર્ષક રથ, બંધારણ અને ડો.બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓ સાથેનો આ યાત્રા માટેનો રથ તૈયાર કરવામાં આવેલ છે. આ યાત્રાનો પ્રારંભ આવતીકાલે તા. ૨૬ના સવારે ૯:૩૦ કલાકે જિલ્લા પંચાયત -અકીલા ચોક ખાતેથી રાજ્યના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવશે.

ત્યારબાદ રેસકોર્ષ રીંગ રોડ, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોર, શારદા બાગ, ચૌધરી હાઇસ્કુલ થઇ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપન થશે ત્યાં ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી આ યાત્રાનું સમાપન થશે. વિવિધ મોરચાઓ દ્વારા પણ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ સંવિધાન ગૌરવ યાત્રામાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા જાહેર અનુરોધ કરેલ છે. 

(3:37 pm IST)