Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બોગસ ડોકટર્સ સામે ખાસ સેલની રચના જરૂરી

બોગસ તબીબ સમસ્યા અંતરિયાળ વિસ્તારોમાં પ્રસરી છે : નક્કર કાર્ય જરૂરી : તખુભાઇ રાઠોડ : નાના મોટા શહેરના દુરના પછાત વિસ્તારમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતા તબીબોની લાયકાત અંગે આરોગ્ય અધિકારીશ્રીને તમામ વોર્ડમાં નિયમિત ચેકીંગની ખાસ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે : બોગસ ડોકટરોના રોગને રોકવા પંચાયત અને તલાટી મંત્રીને આ અંગે વધારાની જવાબદારી સોંપવી જોઇએ : તાલુકા આરોગ્ય કેન્દ્ર પાસે ગ્રામ્ય વિસ્તારમાં પ્રેકટીસ કરતા ડોકટરોની ડિગ્રી સહિતની તમામ જરૂરી માહિતી રાખવી ફરજીયાત કરવી જોઇએ : જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોકટરો અંગે સરપ્રાઇઝ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવી જોઇએ :

રાજકોટ,તા.૨૫: જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ બોગસ ડોકટરોને મુળમાંથી ખત્મ કરવા સરકારશ્રીને અપીલ કરતા જણાવે છે કે,

દેશની અને રાજ્યની જન આરોગ્ય અંગે અભ્યાસ કરતી વિવિધ સંસ્થાની માહિતી મુજબ રાજ્યની અંદાજીત છ કરોડની પ્રજાની સારવાર માટે કવોલીફાઈડ ડોકટરો અને સબ સ્ટાફની ખૂબજ અછત છે. આ અછત ગ્રામ્ય વિસ્તારમાં વધુ પડતી છે. વધુમાં ડોકટરો ગ્રામ્ય વિસ્તારમાં સર્વીસ આપવામાં ખૂબ જ ઓછો રસ દાખવે છે. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધા અને સગવડતા અપુરતી છે.

વધતી જતી જન સંખ્યા અને વિવિધ નાના મોટા રોગનું પ્રમાણ સતત વધી રહેલ છે. આ સ્થિતીનો લાભ લેવા ઓછુ ભણેલા અને નોકરીથી વંચીત વર્ગ બોગસ ડોકટરો બનવા લલચાઇ છે ને આવા બોગસ તબીબો પ્રજાના આરોગ્યને જોખમમાં મુકે છે જે ગંભીર બાબત છે. શહેર કે ગામડાના બેકાર વ્યકિતઓ આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા હિંમતથી બોગસ ડોકટર બનવા શહેરના નાના મોટા ડોકટરો અને ખાનગી હોસ્પીટલ્સમાં સામાન્ય પ્રકારની નોકરી મેળવી વિવિધ સામાન્ય રોગોના લક્ષણોનો અભ્યાસ કરી આ રોગોની દવા અને સારવારની પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કરી બે કે ત્રણ વર્ષમાં બોગસ ડોકટર બની ગ્રામ્ય વિસ્તાર ને શહેરના દુરના પછાત વિસ્તારમાં પે્રકટીસ ચાલુ કરી પ્રજાના આરોગ્ય સાથે રમત રમવી શરૂ કરી દે છે અને અજ્ઞાન પ્રજાને ભોગવવાનો સમય આવે છે. કેટલાક બોગસ ડોકટરો એક થી પણ વધુ ગામોમાં પે્રકટીસ કરી ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્ય સાથે ખીલવાડ કરે છે.

બોગસ ડોકટરના ખતરનાક રોગને મુળમાંથી ડામવા સરકારે આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસતંત્રને સક્રિય જવાબદારી સોંપવી જોઇએ.

ગ્રામ્ય વિસ્તારમાં ડોકટર તરીકે પે્રકટીસ કરવા ઇચ્છતા વ્યકિતએ ગ્રામ પંચાયતથી તાલુકા આરોગ્ય કેન્દ્ર પાસેથી મંજુરી લેવી ફરજીયાત કરવી અને મંજુરી બાદ દર વર્ષે આ મંજુરી રીન્યુ કરવાની ફરજીયાત કરવી જરૂરી છે અને બોગસ ડોકટર અંગે પોલીસ વિભાગને પણ સતત સક્રિય કરવુ પ્રજાહિત માટે જરૂરી છે. મંજુરી વગર પે્રકટીસ કરતા ડોકટર પકડાઇ તો સરપંચ અને તલાટીમંત્રીને જવાબદાર ગણવાની જોગવાઇ કરવી જોઇએ.

શહેરના પછાત વિસ્તારમાં પે્રકટીસ કરતા ડોકટરો અંગે આરોગ્ય અધિકારીએ વોર્ડ વાઇઝ જવાબદાર અધિકારીઓની જવાબદારી ફીકસ કરી બોગસ ડોકટરો ઉપર અંકુશ રાખવાની વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

જુદી જુદી ફેકલ્ટીમાં પે્રકટીસ કરતા તબીબોની લાયકાત અંગે અને તેની પે્રકટીસની નિતી બાબતે સતત ચેકિંગ–ચકાસણી ની વ્યવસ્થા પ્રજા હિત માટે રાખવી જોઇએ.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦ રાજકોટ

(3:33 pm IST)