Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટ તા. ૨૫ : સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આંખની હોસ્પિટલની પાછળ એક ૬૦ વર્ષનો અજાણ્યો વૃધ્ધ બીમારી સબબ પડેલ હોઇ, સામાજિક કાર્યકર રમણીકભાઇ પરમારે તેને સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એસ.સાકળીયા તથા રાઇટર ગૌતમભાઇએ કાર્યવાહી કરી હતી. જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:47 pm IST)