Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બિજોરા, રાતરાણી, એરિકા પામ, એકજોરાના રોપ રૂ. ર૦માં

વિવિધ ફુલ છોડ, મધ, ફિંડલા, સરબત, સપ્તચૂર્ણ, લોખંડના વાસણો વગેરે રાહતદરે : નવરંગ કલબનું આયોજન

રાજકોટ : નવરંગ નેચર કલબ - રાજકોટ દ્વારા રાજકોટ ખાતે નવરંગ નેચર કલબ દ્વારા બિજોરા, રાતરાણી, જાસૂદ, એરિકા પામ, એકજોરા, મધુમાલતી

વગેરે રોપાઓ નું રાહત દરે (રૂ ૨૦) વિતરણ થશે.

વિવિધ જાત ના ફૂલછોડ - ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ - એલોવેરા જેલ -  હાથલા થોર નું સરબત (ફીંડલા સરબત) -  અળસીયા અને કોકોપીટનું ખાતર - પ્યોર મધ - પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦)-  માટીના પાણીના પરબ- દેસી ઓસડોયા- પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર- હર્બલટી- લોખંડના વિવિધ વાસણો.

બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું રાહત દરે વિતરણ.

લીલા નાળિયેર નું રૂ ૩૦ માં રાહત દરે વિતરણ.

રીંગણી, મરચી અને ટમેટી ના ધરું (રોપા) (૧ રોપા ના ૩ રૂ) લેખે વેચાણ થાય છે.

બાજરા ના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘ ની આયુર્વેદિક દવા મળશે.

નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિકસ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરે નું રોપા ના ૨૫ રૂ લેખે રાહત દરે વિતરણ.આંગણે વાવો શાકભાજી ને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળશે સાથે સાથે વિવિધ જાતના શાકભાજી ના બિયારણ નાના પેકમાં મળશે.

ફૂલછોડ : કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા)ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.

એલોવેરા જેલઃ અલોવેરા જ્યુસ અને સપ્તચૂર્ણ રાહત દરે મળશે.

માટી અને પ્લાસ્ટીક ના કુંડા અને વાસણો, આદું-લીંબુ, લીલા શાકભાજી, વિવિધ જાત ના કઠોળ વગેરે રાહત દરે

મળશે.

અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલો ના ૨૦ રૂ)નું વેચાણ થાય છે.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્ય ના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે આપવામાં આવસે, અને થેલાનું વિનામુલ્યે વિતરણ વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી કરવામાં આવશે.

ઓર્ગેનિક મગફળી ના તેલ(૧ ડબો ૧૫ લિટર, ૨૪૦૦ રૂ) નું વેચાણ.

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે.

કાર્યક્રમમાં સોસીયલ ડિસટન્સ નું પાલન  માસ્ક ફરજીયાત છે. કાર્યક્રમ ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો, રાજકોટ  તા.૨૮/૧૧/૨૦૨૧ (દર રવિવાર) સમયઃ સવારે ૮ થી ૧

વી.ડીે.બાલા, મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(2:45 pm IST)