Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સાંસદો-ધારાસભ્યોના પગાર-ભાડા-ભથ્થા નક્કી કરવા પંચ નિમવા ભીખાભાઇ બાંભણીયાની માંગણી

પેટા ચૂંટણીની પ્રથા બંધ કરવા સહિતના મુદ્દે જસદણના પૂર્વ ધારાસભ્યની રજુઆત

રાજકોટ, તા.ર૬ : જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાએ વિવિધ મુદ્દે રજુઆત કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું  છે કે રાજયસભા કે ધારાસભાના સભ્યો ગુન્હાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલ જોવા મળે છે. આ દુષણ લોકશાહી માટે કેન્સર જેવી મહામારી સમાન છે.

અમુક પ્રકારના ગંભીર ગુન્હા કે કેસ ધરાવતી કોઇપણ વ્યકિત નિર્દોષ જાહેર ન થાય ત્યાં સુધી તેઓને ઉમેદવારી માટે ગેરલાયક ગણવી જોઇએ. ત્રીજું બાળક અવતરે તો તથા ત્રણ મીટીંગમાં ગેરહાજર રહેનાર તેમજ સામાન્ય માણસના ઝૂંપડામાં શૌચાલય ન હોય તો તેઓ ઉમેદવારી માટે ગેરલાયક ઠરે છે., જયારે દેશની કે રાજયની સર્વોપરી સતામાં સામેલ સભ્યોને કેમ ગેરલાયક ઠેરવવામાં આવતા નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, ચૂંટણીપંચ કોઇપણ પક્ષ કે સરકારી શેહશરમ રાખ્યા વગર તટસ્થ રીતે આવા એક દુષણો દુર કરવા માટે અસરકારક પગલા લેવાની અમલવારી કરવાની ખાસ જરૂર છે. (૧) કોઇપણ હોદેદાર માટે ઉમર, અભ્યાસ, અન્ય લાયકાત તથા નિવૃતી વયમર્યાદા નકકી કરવા જોઇએ (ર) એકથી વધારે સંસ્થામાં હોદો ભોગવી શકે નહીં. (૩) કોઇપણ સંસ્થામાં બે ટર્મથી વધારે સમય રહી શકે નહીં (૪) ધારાસભા, રાજયસભા કે લોકસભાના સભ્યો ના પગાર ભાડા ભથ્થ કે અન્ય સવલતો નકકી કરવા માટે એક અલગથી પંચ નીમવું જોઇએ. (પ) પગાર, પેન્શન કે અન્ય અપાતી સવલતો બંધ કરવી જોઇએ. (૬) નિયત સંખ્યામાં પક્ષાંતર કરવામાં આવે તો પણ ગેરલાયકાત ગણવી જોઇએ (૭) પેટા ચૂંટણીની પ્રથા બંધ થવી જોઇએ. કોઇપણ પક્ષમાંથી ચૂંટાયા બાદ રાજીનામું આપે તો ૧૦ વરસ સુધી કોઇપણ ચૂંટણી લડી શકે નહિ તેવી જોગવાઇ થવી જોઇએ તો જ ખરીદ - વેચાણ પ્રથા બંધ થશે.

કોઇપણ ગુનામાં કે કેસમાં હોદ્દેદારનો ગુનો સાબીત માની સજા કે દંડ થાય તો તરતજ રાજીનામુ આપી ઉપલી કોર્ટની અપીલનો ચુકાદો (સ્ટે નહી) જજમેન્ટ આવે નહી ત્યા સુધી હોદ્દા ઉપર રહી શકે નહિ તેમજ કોઇપણ ચૂંટણી લડી શકે નહીં તેવી જોગવાઇ થવી જોઇએ.

લોકશાહીમાં તંદુરસ્તપણુ જાળવવું હોય તો હવે તમામ પક્ષના આગેવાનો કાર્યકરો લોકોએ સજાગ થવાની જરૂર છે. આ અંગે કેન્દ્ર તેમજ રાજયના ચૂંટણી પંચના અધિકારીઓને લેખિતમાં તેમજ રૂબરૂ મળી રજુઆત કરવાનું ભીખાભાઇ બાંભણીયા વિચારી રહ્યા છે.

(3:36 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST

  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST