Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બાલેન્દ્રશેખર જાની લિખિત પ્રેમ રહસ્યથી ભરપુર અને રોમાંચક નવલકથા 'ડેથ ફીવર'નું વિમોચન

રાજકોટ તા. ૨૬ : જાણીતા લેખક પત્રકાર બાલેન્દ્રશેખર જાનીની ૧૪ મી નવલકથા 'ડેથ ફીવર'નું યોગીધામ સંકુલના અધ્યક્ષ પૂ. ત્યાગવલ્લભસ્વામીના હસ્તે સાદગીપૂર્ણ વિમોચન કરાયુ હતુ.

સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લઇ કોઇ મોટો સમારોહ યોજયા વગર પૂ. હરિપ્રસાદ સ્વામીની પ્રતિમા સમક્ષ પૂસ્તક વિમોચન કરાયેલ. ઉલ્લેખનીય છે કે બાલેન્દુશેખર જાનીની પ્રથમ લઘુકથા 'હૈયાની કરચો'નું વિમોચન આજથી ૨૫ વર્ષ પહેલા રાજકોટના જ રામનાથપરા ખાતે પૂ. ત્યાગવલ્લભસ્વામીના હસ્તે કરાયુ હતુ. એ સંસ્મરણો અહીં તાજા કરાયા હતા.

બાલેન્દુશેખર જાનીની 'ત્રીજી મુલાકાત', 'છલના', 'ઇન્સાફ', 'તર્પણ', 'બંધ હોઠની ફરિયાદ', 'ઉઘાડી આંખનું સ્વપ્ન', 'એક નદી બે કિનારા' સહીત ૧૩ જેટલી નવલકથાઓ પ્રકાશિત થઇ ચુકી છે. ત્યારે ગુર્જર પ્રકાશન દ્વારા પ્રસિધ્ધ કરાયેલ વધુ એક નવલકથા 'ડેથ ફીવર' પ્રેમ રહસ્ય અને રોમાંચની ત્રિવેણી કથા છે. આ નવા લેખનકાર્ય બદલ બાલેન્દુશેખર જાની (મો.૯૭૧૨૧ ૭૭૯૯૯) ને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:31 pm IST)