Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટ - જીલ્લામાં વીકએન્ડ કર્ફયુ નાખવા અંગે હાલ વિચારણા કે નિર્ણય નથી : કલેકટરની સાફ વાત : રાજકોટ શહેર અંગે પોલીસ કમિશ્નર સાથે મંત્રણા બાદ નિર્ણય લેવાશેઃ હાલ રાજકોટમાં પણ આવી કોઈ વિચારણા નથી

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજકોટ જીલ્લામાં વીક એન્ડ કર્ફયુ નાખવા અંગે હાલ કોઈ વિચારણા કરાઈ નથી કે સરકારની કોઈ સુચના પણ નથી : તેમણે જણાવેલ કે રાજકોટ શહેરમાં વીક એન્ડ કર્ફયુ નાખવા અંગે પોલીસ કમિશ્નર સાથે મંત્રણા બાદ નિર્ણય લેવાશે : રાજકોટ શહેરમાં પણ આવું કંઈ હાલ વિચારણામાં નથી : કાલે રાજકોટ જીલ્લાના નોડલ ઓફીસર ડો.રાહુલ ગુપ્તા આવી રહ્યા છે : તેની સાથે કોર કમીટીની બેઠકમાં વિચારણા કરી વિગતો જાહેર કરાશે

(2:35 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST

  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST