Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોરોના દર્દીઓ માટે રાજકોટ શહેર - જિલ્લામાં ૨૬૦૨ બેડની સુવિધા

ઓકિસજન સુવિધાવાળા ૧૯૮૯ બેડ તથા વેન્ટીલેટરવાળા ૫૨૮ બેડ ઉપલબ્ધ : દરરોજ રીપોર્ટ કરવા કલેકટરનો આદેશ

રાજકોટ તા.૨૬ : રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગ દ્વારા કોરોનાને કાબુમાં રાખવા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં કોરોના દર્દીઓને સરકારી સ્તરે સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં મેડિકલ બેડની ૨૬૦૨ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં ૧૯૮૯ બેડમાં ઓકિસજનની અને ૫૨૮ વેન્ટિલેટર બેડની સગવડો છે. જેમાં ભરેલા બેડ ૬૨૫ અને ખાલી બેડ ૧૯૭૭ છે આ બેડ અંગે દરરરોજ રિપોર્ટ કરવા કલેકટરે આદેશો કર્યા છે.

રાજકોટ જિલ્લામાં ૨૬૦૨ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૫૯૦, સમરસ હોસ્ટેલના ૫૬૦, ESISમાં ૪૧, કેન્સર હોસ્પિટલમાં ૧૯૨, ગોંડલમાં ૫૪, જસદણમાં ૨૪, ધોરાજીમાં ૩૫ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૧૦૬ બેડનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લામાં ઓકિસજન સહિતના ૧૯૮૯ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૫૩૮, સમરસ હોસ્ટેલના ૩૪૦, ESISમાં ૪૧, કેન્સર હોસ્પિટલમાં ૧૭૭, ગોંડલમાં ૫૫, જસદણમાં ૨૪, ધોરાજીમાં ૩૫ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૧૦૬ બેડનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લામાં વેન્ટિલેટર સહિતના ૫૨૮ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૨૦૧ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩૨૭ વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.

(11:41 am IST)