Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુટલીબાજ અધ્યાપક સામે પગલા ભરવા એન. એસ. યુ. આઇ.ની માંગ

રાજકોટઃ એન.એસ.યુ.આઇ. આજે કુલપતીને આવેદનપત્ર પાઠવી ગુટલીબાજ અધ્યાપકો સામે પગલા ભરવા માંગ કરી છે. સૌરાષ્ટ્ર ્યુનિવર્સિટીના તમામ ભવનો અધ્યાપકોની હાજરી છેલા બે માસથી બાયોમેટ્રીક સિસ્ટમ અમલ કરવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટીના મહેકમ વિભાગના રિપોર્ટમા એક અધ્યાપક સતત બે માસ સુધી ગેરહાજર હોવા છતા લાખો રૂપિયાના પગર ચુકવણા થયાનું બહાર આવતા ખળભળાટ મચ્યોછે. એન.એસ.યુ.આઇએ યાદીમાં જણાવ્યું છે કે શું ભવનોના અધ્યાપકો બાયોમેટ્રીક સિસ્ટમમાં થમ્બ માર્યા બાદ ભવનમાંં હાજર રહે છે.? યુનિવર્સિટી સતાધીશો દ્વરા આજદિન સુધી હાજરી રિપોર્ટના આધારે સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ છ.ે? યુનિવર્સિટીમાં ઘણાખરા ભવનોમાં રાજકીય વગ ધરાવતા અને સીનીયર અધ્યાપકો મનમાની ચલાવી રહ્યા છ.ે રજા રીપોર્ટ મુકયા વગર પગાર ચુકવણા થવાએ શિક્ષણ જગતમાં લાંછનરૂપ કહેવાયે તમામ બાબતો ધ્યાનમાં લઇ તમામ ભવનોના અધ્યપકોની હાજરી રિપોર્ટ અને પગાર ચુકવણીની માહિતી જાહેર કરવામાં આવે જેથી સંનિષ્ઠ કર્મચારીઓને ભોગવવી  ના પડે આવા ગુટલીબાજ અધ્યાપકો સામે નિષ્પક્ષ તપાસ કરી દંડ કાર્યવાહી કરવામાં આવે.કાર્યક્રમમાં એનએસયુઆઇ નાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર, મયુર વાંક, પ્રદિપ ડોડીયા, રવિ ડાંગર, રોહીત રાજપુત, નરેન્દ્ર સોલંકી, વિક્રમ બોરીચા, અભિ તલાટીયા, અફઝલ જુણેજા, મિત પટેલ, માનવ સોલંકી, હર્ષ આશર  પ્રિન્સ ખુમાણ, કાનો ભરવાડ, હાર્દિક બગડા સહિત જોડાયા હતા તે સમયની તસ્વીર (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:16 pm IST)