Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શહેરના પીઝા પાર્લરોમાં આરોગ્ય શાખાનું ચેકીંગ યથાવતઃ સોસ-પીઝાના ૧૪ નમુના લેવાયા

પનીર અને સાઇકલ કમ્પાઉન્ડેડ અસાફોઇટેડીયા(હીંગ)નો નમુનોના પાસ થતા ક્રિમી.સેન્ટર, લાખાજીરાજ રોડ અને ઠા. અમિચંદ, ભાવનગર રોડને રૂ. ૬પ હજારનો દંડ

રાજકોટ તા.૨૦: મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફુડ ઈન્સપેકટર ટીમે શહેરના પીઝા પાર્લરોમાં ચેકીંગ હાથ ધરી અને સોસ, ચીઝ અને પાસ્તાના નમૂનાઓ લઇ રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ક્રીમી. સેન્ટર, સરલાખાજી રોડ, લીધેલ પનીરનો નમુન સબસ્ટાર્ન્ડ અને ઠા.અમિચંદ્ર ભગવાજીન ભાવનગર રો પરથી બીજી સાઇકલ કમ્પાઉન્ટેડ અસાફોઇટેઙ (હીંગ)નો નમુનો સિમ બ્ર્રાન્ડેડ જાહેર થતા બંને નમુના નાપાસ થાયા અને વેપારીને રૂ.૬પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે આરોગ્ય અધિકારોની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે પીઝા પાર્લરોમાંથી ચીઝ, પાસ્તા અને સોસના નમુનાઓ લેવાયા હતા.  જેમાં . જેમાં  મોઝરેલા ચીઝ (લુઝ) વિલીયમ ઝોન્સ પીઝા, યુનિવર્સિટી રોડ, સેઝવાન સોસા (લુઝ) વિલીયમ ન્ઝોન્સ પીઝા, યુનિવર્સિટી રોડ, પીઝા સોસ (લુઝ) યુ.એસ.પીઝા, કાલાવાડ રોડ, બ્લ્ેન્ડેડ ચીઝ (લુઝ) યુ.એસ.પીઝા, કાલાવાડ રોડ, પીઝા સોસ (સોસ) લાપીનોઝ પીઝા, રામકૃષ્ણનગર મે.રોડ, મોઝરેલા ચીઝ (લુઝ) લાપીનોઝ પીઝા, રામકૃષ્ણનગર મોે. રોડ, ડો. ઓટેકર ફન ફુડઝ બ્રાન્ડ સોસ, સબ વે.રેસકોર્ષ પ્લાઝા, સેરડેડેડ મોઝેરેલા ચીઝ સોસ સબ વે. રેસકોર્ષ પ્લાઝા, મોઝરેલા ચીઝ (લુઝ) નેપલ્સ પીઝા, કાલાવાડ, રોડ, પીઝા સોસ (સોસ) ડોમીનોઝ પીઝા, કાલાવાડ રોડ, મોઝરેલ ચેડાર મીક્ષ ચીઝ (લુઝ) પીઝા ઝોન, રીલાયન્સ મોલની સામેે, મોઝરેલા ચીઝ (લુઝ)ડોમીનોઝ પીઝા, કાલાવાડ રોડ, કોલ્બી ચીઝ નેપલ્સ કુડ, બીગબજારની બાજુમાં વિગેરે સ્થળોની ઉપરોકત નમુનાના રીપોર્ટ આવ્યે કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે.

નમૂના ના પાસ

મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા થોડા દિવસ પહેલા ભાવેશ હરેશભાઇ જાગાણીના ક્રિમ સેન્ટર, લાખાજીરાજ રોડ પરથી લીધેલ પનીર (લુઝ) નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ તથા ભાવનગર રોડ પર આવેલ ઠા. અમીચંદ ભગવાનજીમાંથી સાઇકલ કમ્પાઉન્ડેડ અસાફોઇટેડીયા (હીંગ) (પ૦ ગ્રામ પેેકડ) નોનમુનો લઇ, પરિક્ષણ અર્થે રાજય સરકારની લેબોરેટીરમાં મોકલતા પનીર (લુઝ) સખસ્ટાન્ડર્ડ થતા   નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા બન્ને નમુના  ના પાસ જાહેર થયા હતા એજયુડીકેશન કેસ અન્વેય બંને વેપારીઓને રૂ. ૬પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

હોકર્સ ઝોન માંથી ૬૬ કિલો ખાદ્ય પદાર્થોનો નાશ

આ ઉપરાંત મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા પ્રેમ મંદિર હોકર્સ ઝોન, કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ - સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે,  ટાગોર રોડ, ઢેબર રોડ, કુવાડવા રોડ, સહિતના વિસ્તારમાં  આવેલ હોકર્સ ઝોનમાં ૮૩ રેંકડીઓનું ચેકીંગ હાથ ધરી ૬૬ કિલો ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:59 pm IST)