Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વર-કન્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી બાદ ફેરા ફર્યા

ગાંધીજી-લાલબહાદુર શાસ્ત્રીજીના ફોટા સાથેના હોર્ડીંગ્ઝ દ્વારા સાદગી સ્વચ્છતા અને અન્ન બચાવોનો સંદેશો પ્રસરાવ્યો : કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના સુપુત્ર અને સેનાના કેપ્ટન ચિ.ડો.પાર્થિકના શુભલગ્ન ચિ.ડો.પ્રિયંકા સાથે સંપન્ન મહેમાનોએ નવદંપતીને આશિર્વાદ આપ્યા

રાજકોટ : ભારતીય સેનાના કેપ્ટન ઓપરેશન મેઘદૂત સહિત અને પ્રતિષ્ઠિત સેના મેડલ એવોર્ડ વિજેતા, યુવા વયે જ સિયાચેન, લેહ-લદાખ, ઉરી, કારગીલ જેવા દુર્ગમ સ્થાનો સરહદો પર ફરજ બજાવનાર રાજકોટના યુવાન ડો.પાર્થિક કાલરીયાના  લગ્ન ડો.પ્રિયંકા જોડે સંપન્ન થયા. ડો.પાર્થિક રાજકોટના નગરસેવક મનસુખભાઇ કાલરીયાના સુપુત્ર અને એક માત્ર સંતાન છે.

આ લગ્ન સમારંભની વિશેષતાએ હતી કે લગ્ન મંડપમાં પ્રવેશતા પહેલા વરકન્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. સર્વે મહેમાનો, આમંત્રીતોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયુ હતુ. ત્યારબાદ જ લગ્નવિધી શરૂ થઇ.

લગ્ન સ્થળે નિયત સ્થાનો પર મહાત્મા ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીના ફોટા સાથેના હોર્ડીગ્સ દ્વારા સાદગી, સ્વચ્છતા અને અન્ન બચાવોનો સંદેશ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો.

શ્રી મનસુખભાઇ કાલરીયાના આમંત્રણને માન આપી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તેમજ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ, પૂર્વમંત્રી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ બ્રિજેશભાઇ મેરજા, લલીતભાઇ કગથરા, ચિરાગભાઇ કાલરીયા, લાખાભાઇ સાગઠીયા, રાજકોટના ઇ.ચા. મેયર અશ્વિનભાઇ મોલીયા, પુર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોજના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ મંત્રીશ્રી અને ગુજરાત રૂ.હા.બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પૂર્વ મંત્રી જેન્તીભાઇ કાલરીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ પ્રવિણભાઇ માકડીયા, ચંદ્રકાંતભાઇ વાઘેલા, ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, બાવનજીભાઇ મેતલીયા, પૂર્વ મેયર અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ખ્યાતનામ ન્યુરો સર્જન અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગભાઇ વસાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા, નેશનલ લો કમિશનના સભ્ય અને ખ્યાતનામ એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, રાજકોટ મનપા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ સ્ટે.કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરરી અતુલભાઇ રાજાણી, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી બકુલભાઇ સોરઠીયા, ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયના મે.ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, અગ્રણી ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, ઉમિયા સોશ્યલ ગૃપના પ્રમુખ અશોકભાઇ દલસાણીયા, ઉમિયા પદયાત્રીક સંઘના પ્રમુખ વિનુભાઇ મણવર, ક્રિષ્ના પાર્ક હોટલ ગૃપના હરીભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓશ્રી જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, દેવેન્દ્ર ધામી, દિનેશભાઇ ચોવટીયા, પ્રદિપભાઇ ત્રિવેદી, નિદતભાઇ બારોટ, ધરમભાઇ કામલીયા, રાજદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, હરદેવસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, ગોપાલભાઇ અનડકટ, મયુરસિંહ જાડેજા, કોર્પોરેટરશ્રીઓ સંજયભાઇ અજુડીયા, વિજયભાઇ ટાંક, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, વલ્લભભાઇ પરસાણા, હારૂનભાઇ ડાકોરા, ડો.સંજયભાઇ ખાનપરા, કનકસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, મથુરભાઇ માલવી, કિરણબેન માકડીયા, અગ્રણીઓ સર્વશ્રી ઉકાભાઇ સાણજા, કેતનભાઇ ધુલેશીયા, વિજયભાઇ માકડીયા, કાશ્મીરાબેન નથવાણી, અમીતભાઇ ભાણવડીયા, અમિતભાઇ સાપોવાડીયા, હરિભાઇ ભંડેરી, ક્રિષ્ના સ્કુલના સંચાલક મહેન્દ્રભાઇ ગજેરા - તૃપ્તી મેડમ, ભાણવડ તા.પં. પૂર્વ પ્રમુખ જશુભા જાડેજા, જામનગર ભાજપ અગ્રણીઓ પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, મારખીભાઇ વસરા, દિપકભાઇ વાછાણી, રાજકોટ મનપા ડાયરેકટર, પી.એન્ડ જી. ડો.હાપલીયા, સીટી ઇજનેર કે.એસ.ગોહેલ, આસી. કમિ. આર.એન.ચુડાસમા, આસી.કમિ. એસ.જે.ધડુક, ડે.ઇજનેર આર.આર.રૈયાણી, વત્સલ પટેલ, એમ.બી.ગાવીત, સુનીલ ગોહેલ અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સર્વશ્રી કમાન્ડીંગ ઓફીસર કર્નલ કૌશિક મજમુદાર, કર્નલ ડો.રીષીકાંત, મીલીટરી હોસ્પિ. એમ.ઓ. ડો.હેમંત, રીટા કર્નલ પી.પી.વ્યાસ, નિ.સુબેદાર અનિલભાઇ, સુરેશભાઇ, રાજકોટ એનસીસી સ્ટુડન્ટસ ગૃપ સહિત બહોળી સંખ્યામાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવેલ.

લગ્ન સમારંભની સમગ્ર વ્યવસ્થા નિ.ઇજનેર રમેશભાઇ વરાસડા તથા એડવોકેટ રમેશભાઇ ઘોડાસરાએ તથા ડાયસ પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ પ્રો.જે.એમ.પનારાએ સંભાળેલ હતુ તેમ કોંગી કોર્પોરેટર અને મહાપાલીકાના ઉપનેતા શ્રી મનસુખભાઇ કાલરીયા (મો. ૯૪૨૬૯ ૯૪૪૫૦)એ અંતમાં જણાવ્યું હતુ.

(3:40 pm IST)