Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી દ્વારા સ્નેહ મિલન

સફાઇ કામદારોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન : સોસાયટીના કર્મચારી માણેકભાઇનું પણ સન્માન કરી ઋણ અદા કરાયુ

રાજકોટ : નૂતનવર્ષ નિમિતે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીનું સ્નેહ મિલન સોસાયટીના પ્રમુખ ભાનુભાઇ મેતાના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ. માનદ મંત્રી બકુલભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ શ્રી પાવાગઢી, વશરામભાઇ પટેલ, રાજુભાઇ કરડાણી, વિશેષ આમંત્રિત ડી. એમ. પટેલ, હિંમતભાઇ સરવૈયા, અશ્વિનભાઇ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં સોસાયટીના પ્રમુખ ભાનુભાઇ મહેતાના હસ્તે દીપપ્રાગટય વિધિ કરાયા બાદ સૌએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ સંબોધન કરતા જણાવેલ કે આ સોસાયટીના કાર્યો ફકત આ સોસાયટી પુરતા સીમીત ન રહેતા સામાજીક સેવાકીય અને ધાર્મિક કાર્ય કરી બીજાને બદદરૂપ બનવાની ભાવના બળવતર રહે છે. ભાઇચારાનો ભાવ અહીં સદાય છલકતો રહે છે. દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મિશન સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા સોસાયટી દ્વારા સફાઇ કામદારોને સન્માનીત કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો. તે મુજબ અહીં સફાઇ કામદારોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં ાવેલ. તેમજ ઉપસ્થિત સભ્યોને સ્વચ્છ ભારતના મિશનમાં સહકાર આપવા અનુરોધ કરાયો હતો. માનદ મંત્રી બકુલભાઇ ગણાત્રાએ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરાયુ હતુ. સમગ્ર સ્નેહ મિલનનું સંચાલન યોગેશભાઇ શુકલાએ આગવી શૈલીમાં કર્યુ હતુ. જયારે કાર્યક્રમના અંતિમ ચરણમાં સોસાયટીમાં વર્ષોથી ખંતપૂર્વકની સેવા આપતા માણેકભાઇનું પણ શાલ ઓઢાડી ભાનુભાઇ મેતાના હસ્તે સન્માન કરાયુ હતુ. છેલ્લે સૌએ સાથે ભોજન માણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો. સોસાયટીના સભ્યો એક બીજાને હળે મળે અને એક બીજાના સુઃખદુઃખમાં સાથે રહે તેવી ભાવના અહીં વ્યકત થઇ હતી.

(3:38 pm IST)