Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એઇડસ જનજાગૃતી અર્થે ગુરૂવારે કેન્ડલ લાઇટથી રેડ રીબીનનું નિર્માણ

વિશ્વ એઇડસ દિવસની ઉજવણીરૂપે શ્રેણીબધ્ધ કાર્યક્રમોઃ શુક્રવારે વિરાણી શાળામાં માનવ સાંકળઃ શનિવારે કાલાવાડ રોડ પર મેઘધનુષ્ય રચાશેઃ રવિવારે પ૦૦ ફુગ્ગા આકાશમાં તરતા મુકી રેડ રીબીન બનાવાશેઃ એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા વિવિધ શાળા-કોલેજોના સહયોગથી તબક્કાવાર કાર્યક્રમો

રાજકોટ, તા., ૨૬: છેલ્લા ૩૧ વર્ષથી સતત અને શકય રીતે એઇડસ નિયંત્રણ અને પ્રિવેન્શન કામગરી કરતી એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા વિશ્વ એઇડસ દિવસે રાજકોટ શહેરમાં વિવિધ જનજાગૃતી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા યુ.એન.એઇડસ દ્વારા દર વર્ષે અપાતા લડત સુત્રમાં આ વર્ષે કોમ્યુનીટીસ મેઇક ધ ડીફેન્સ અર્થાત સામુદાયક ભાગીદારી બદલાવ લાવશે.

વન મેન આર્મી અને એઇડસ પ્રિવેન્શન કલબના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે કે ૧ લી ડિસેમ્બર રવિવારે વિશ્વમાં કાર્યક્રમો થશે. પણ રાજકોટમાં નવેમ્બરના અંતથી એટલે કે તા.ર૮ મી નવેમ્બરથી જનજાગૃતી શરૂ થઇ જશે. તા.ર૮મી નવેમ્બરના ગુરૂવારે પંચશીલ સ્કુલ ખાતે સવારે ૯ કલાકે ધો.૮ થી ૧રના છાત્રો કેન્ડલ લાઇટની વિશાળ રેડ રીબીન નિર્માણ કરશે. તા.ર૯ના શુક્રવારે વિરાણી સ્કુલ ખાતે સવારે ૯ કલાકે ધો.૮ થી ૧રના ૧પ૦૦ છાત્રો સાંકળ બનાવીને એઇડસ નિયંત્રણ બાબતે જનજાગૃતી પ્રસરાવશે. તા.૩૦ મી નવેમ્બરને શનીવારે કાલાવાડ રોડ ઉપર વિશ્વ એઇડસ દિવસનાં પુર્વ સુર્યોદયે જનજાગૃતી મેઘધનુષ્ય રચાશે. જેમાં જી.ટી.શેઠ સ્કુલ કે.કે.વી. ચોકના કેમ્પસથી રેલી સ્વરૂપે છાત્રો કાલાવાડ રડથી કોટેચા ચોક જશે ત્યાં કોટેચા ચોક ખાતે કોટેચા ગર્લ્સ સ્કુલની ધો.૯ થી ૧રની છાત્રાઅ કોટેચા ચોકમાં આવીને છાત્ર સાંકળ બનાવીને નારાબાજી લગાવશે. તથા છાત્રો કાલાવાડ રોડથી અંડરબ્રીજ સુધી રેલી સ્વરૂપે જઇને તેજ રૂટ પર પરત ફરશે. આ રેલીમાં ર૦૦ ફુટનું વિશાળ બેનર આકર્ષણ જમાવશે.

જયારે તા. ૧ લી ડિસેમ્બરને રવિવારે સાંજે પ કલાકે સ્વામી નારાયણ મંદિર સામે કાલાવાડ રોડ ખાતે પ૦૦ ફુગ્ગાની લાલ રંગની વિશાળ રેડ રીબીન આકાશમાં તરતી મુકીને એઇડસને છાત્રો દ્વારા બાય બાય કરાશે.

તા.ર જી ડીસેમ્બરના સોમવારે સવારે ૮.૩૦ કલાકે જીલ્લા શિક્ષણાધીકારી કચેરી, નગર પ્રાથમીક શિક્ષણ સમીતી, સ્વનિર્ભર શાળા એસોસીએશનના સહયોગથી શહેર જિલ્લાની તમામ હાઇસ્કુલોમાં ધો.૯ થી ૧રના છાત્રો પોતાની શાળામાં રેડ રીબીન બનાવાશે.

દર વર્ષે યોજાતા આ આયોજનમાં વિશ્વ એઇડસ દિવસે શહેર જિલ્લાની એક હજારથી વધુ શાળાના બે લાખથી વધુ છાત્રો જોડાઇને જનજાગૃતી લાવશે. જેમાં જીલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાયનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ કાર્યક્રમના પ્રતિકાત્મક રૂપે એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા આજ દિવસે સવારે ૮.૩૦ કલાકે જી.ટી.શેઠ સ્કુલમાં કે.કે.વી.ચોક ખાતે ૧પ૦૦ છાત્રો વશાળ રેડ રિબીન શાળા કેમપસમાં બનાવશે. આજ દિવસે સાંજે હિરાણી જર્નાલીઝમ કોલેજ રાજકોટ ખાતે ભાવી પત્રકારો માટે એઇડસ વિષયક સેમીનાર યોજાશે.

એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા તા.ર૭ નવેમ્બરથી ૩૧ માર્ચ ર૦ર૦ સુધી સતત ચાર મહિનામાં ર૦૦ થી વધુ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં શાળા કોલેજોમાં સેમીનાર મોબાઇલ હેલ્પલાઇન મો. ૯૮રપ૦ ૭૮૦૦૦ ઉપર મુંજવતા પ્રશ્નોના જવાબો, સમાજના વિવિધ સમુદાયો માટે જનજાગૃત કાર્યક્રમો યોજવામાં આવશે. નવા વર્ષે એઇડસ જનજાગૃતીના કાર્યક્રમોમાં ટીવી સીરીયલ ફલ્મના કલાકારો  પણ જોડાશે. પ્રથમ તબક્કાનાં કાર્યક્રમોમાં ફિલ્મ સ્ટાર મેહુલ બુચ હાજર રહેશે.

સમગ્ર આયોજનમાં એઇડસ પ્રિવેન્શન કલબને જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ મહાનગર પાલીકા આરોગ્ય શાખા, જીલ્લા પ઼ચાયત-આરોગ્ય શાખા-ઇન્ડીયન મેડીકલ એસોસીએશન, જીલ્લા શિક્ષણાધીકારી કચેરી, નગર પ્રાથમીક શિક્ષણ સમીતી વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.

સમગ્ર આયોજનમાં જોડાવા માંગતા, સેમીનારમાં જોડાવા માટે સંસ્થાની ઓફીસ, કોર્પોરેશન વોર્ડ ઓફીસ, રાષ્ટ્રીય શાળા મેઇન રોડ, ખાતે સવારે ૧૦ થી ૧ર વચ્ચે ચેરમેન અરૂણ દવે(મો.૯૮રપ૦ ૭૮૦૦૦)નો સંપર્ક સાધવા જણાવાયું છે. સતત ૪ માસ ચાલતા આયોજનમાં એઇડસ યુવા ફોજના કન્વીનર તથા સંસ્થાના સેક્રેટર વિશાલ કમાણી, મિલન દવે, મોહીન પટેલ, માધવસિંહ ઝાલા સહીતના હોદેદારો તથા આયોજન કમીટી કાર્ય સંભાળી રહી છે.

(3:36 pm IST)