Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શહેરના વિકાસમાં નવી કલગીનો ઉમેરો

અમદાવાદથી રાજકોટ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ મંજુર કરવા બદલ વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરતા પદાધિકારીઓ

રાજકોટ,તા.૨૬: રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂ.૧૧,૩૦૦/- કરોડના ખર્ચે અમદાવાદથી રાજકોટ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ મંજુર કરી રાજકોટ શહેરના વિકાસમા નવી કલગીનો ઉમેરો કરેલ છે, તે બદલ હૃદયપૂર્વક આભાર વ્યકત કરેલ. માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હાઈસ્પીડ રેલ પ્રોજેકટની ભેટ આપતા રાજકોટ શહેરની મેટ્રો સિટી બનવાની કૂચને હાઈસ્પીડ પ્રાપ્ત થઇ છે. આ પ્રોજેકટથી રાજકોટ અને સૌરાષ્ટ્રને ધંધા, ઉદ્યોગને વિકાસની ગતિ મળશે. તેમજ બેરોજગાર યુવાનોને નોકરીની તક મળશે.તેમ મેયર બિનાબેન આચાર્ય, કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા દંડક અજયભાઈ પરમારની સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે, દેશના નકશામાં રાજકોટનુ સ્થાન ઉભરી આવે તે માટે એઈમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, અમદાવાદ થી રાજકોટ સિકસ લેન, નવી જી.આઈ.ડી.સી., રેસકોર્ષ-૦૨, સ્માર્ટ સિટી જેવા અનેક પ્રોજેકટો આપેલ છે. તેમાં વધુ એક નવા પ્રોજેકટનો સમાવેશ થયેલ છે.રાજકોટ શહેરને રૂ.૧૧,૩૦૦/- કરોડનો મોટો પ્રોજેકટ આપવા બદલ પદાધિકારીઓએ અભિનંદન સાથે આભાર વ્યકત કર્યો છે.

(3:34 pm IST)