Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આકાશને આંબવાની તૈયારીઓ : પતંગ માટેના દોરા પાવાનું કાર્ય પુરજોશમાં

રાજકોટ : દિવાળી જાય એટલે ઉત્સવ પ્રેમીઓને મકરસંક્રાંતિ નજીક દેખાવા લાગે છે. પતંગ રસીયાઓ દોરાને માંજો ચડાવવા ફુલ ફોર્મથી મેદાનમાં આવી ગયા છે. રાજકોટમાં સદર બજાર, ભીલવાસ, સર્કીટ હાઉસ રોડ સહીતના વિસ્તારોમાં દોરા પાવાનું કાર્ય પુરજોશથી ચાલી રહ્યુ છે. સીઝનની જરૂરીયાત પુરતો પાકા દોરાના ફીરકાનો સ્ટોક કરવા દોરાના કારીગરો મહેનતમાં લાગી ચુકયા છે. કાચનો ભુકકો, કલર સહીતની સામગ્રીનું મિશ્રણ કરીને દોરાને વળ ચડાવવામાં આવે છે. સ્થાનીક કરતા પરપ્રાંતિય લોકો આ વ્યવસાયમાં વધુ જોવા મળે છે. તસ્વીરમાં માંજો પાવાનું ચાલી રહેલ કાર્ય જોવા મળે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:30 pm IST)