Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કાલથી શ્રી અવધેશ્વર મહાદેવ મંદિરે શ્રીરામકથાઃ વ્યાસાસને શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ

II રામાય રામચદ્રાય રામચંદ્રાય વેધસે ! : રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ II

રાજકોટ, તા. ર૬ : શ્રીરામ ભગવાનની ભકિત માટે કાલથી શ્રી અવધેશ્વર મહાદેવ મંદિરે રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને શ્રીરામ ચરિત માનસ નવાહન જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુના અતિ અનુગ્રહથી તથા શ્રી અવધેશ્વર મહાદેવની પૂર્ણ અનુકંપાથી અયોધ્યા રેસીડેન્સી અને સિદ્ધિ વિનાયક પાર્કની ધર્મપ્રેમી જનતા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અવધેશ્વર મહાદેવ મંદિર પટાંગણ, અયોધ્યા રેસીડેન્સી ખાતે કાલે તા. ર૭ ને બુધવારે બપોરે ર વાગ્યે પોથીયાત્રા સાથે શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ (રાણસીકી)ના વ્યાસાસને શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

તા. ર૯ ને શક્રવારે સાંજે વાગ્યે શ્રીરામ જન્મ, તા.૧-૧ર-૧૯ ને રવિવારે સાંજે પ વાગ્યે શ્રી સીતારામ વિવાહ, તા. ૪-૧ર-૧૯ ને બુધવારે સાંજે ૭ વાગ્યે શ્રી રામેશ્વર સ્થાપના તથા તા. પ-૧ર-૧૯ ને ગુરૂવારે સાંજે ૬ વાગ્યે કથા વિરામ લેશે.

તા. ર૭-૧૧-૧૯ થી તા. પ-૧ર-૧૯ દરમિયાન દરરોજ બપોરે ૩ થી ૭ દરમિયાન એક સત્રમાં રાણસીકીના શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

ભાવિકોને લાભ લેવા અયોધ્યા રેસીડેન્સી તથા સિદ્ધિ વિનાયક પાર્ક અને લતાવાસીઓ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(3:27 pm IST)