Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટને મંજીરીથી રાજકોટને સી.એમ.ની વધુ એક ભેટ

નિર્ણયને આવકારતા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી

રાજકોટ તા. ૨૬ : સંવેદનશીલ ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજકોટના સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટને મંજુરીની મહોર મારી વધુ એક ભેટ ધરવામાં આવી હોવાનું નિર્ણયને આવકારતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદવાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ૧૧,૩૦૦ કરોડના ખર્ચે સાકાર થનાર સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટથી રાજકોટ અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર ર કલાકનું થઇ જશે. ધંધા રોજગારને વેગ મળશે. સમયની બચત થશે. યાત્રિકોને વધુ સુવિધા મળશે.

(3:25 pm IST)