Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા લોકસાગરના મોતી કાર્યક્રમ

રાજકોટની ફિલ્ડમાર્શલ-ઓરપેટ ટ્રસ્ટ સંચાલિત ફિલ્ડમાર્શલ-ગોવાણી કન્યા છાત્રાલયમાં ગુજરાત સંગીત નાટક અકાદમી પ્રેરિત 'લોકસાગરના મોતી' કાર્યક્રમ યોજાયો હતો . આ પ્રોગ્રામનો લાભ ફિલ્ડમાર્શલ, ગોવાણી અને ભાલોડિયા કન્યા છાત્રાલયની ૧ર૦૦ થી વધુ બહેનો અને મહાનુભાવોએ લીધો હતો. લોકગાયક નીલેશ પંડયા અને વૃંદ દ્વારા પ્રસ્તુત રસદર્શન સાથેના લોકસંગીતના કાર્યક્રમ 'લોકસાગરનાં મોતી'ના ઉદ્દઘાટન અવસરે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ કેમ્પસ ડાયરેકટર પ્રો.ડો. જે. એમ. પનારા જાણીતા બિલ્ડર અને સંસ્થાના ટ્રસ્ટી નરોત્તમભાઇ કણસાગરા વસંતભાઇ ભાલોડીયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સંસ્થાના કારોબારી સભ્ય ગૌતમભાઇ ધમસાણીયા મદદનીશ કલેકટર રાજકોટ (ગ્રામ્ય) ડો. ઓમપ્રકાશ અને અંશુમન તિવારીએ પણ લોકસંગીતની પ્રસંશા કરી હતી. આ અવસરે ટુડેના તંત્રી શ્રી અંશુુમન તિવારી (દિલ્હી), અગ્રણી બિલ્ડર અને ટ્રસ્ટી નરોત્તમભાઇ કણસાગરા, અગ્રણી ઉદ્યોગપતિ ગોપાલભાઇ ગોવાણી, ટ્રસ્ટી શાંતાબેન ગોપાલભાઇ ગોવાણી, ટ્રસ્ટી જયદીપભાઇ ગોવાણી ટ્રસ્ટી વસંતભાઇ ભાલોડિયા. કારોબારી સભ્ય ગૌતમભાઇ ધમસાણીયા ધર્મેન્દ્રભાઇ ફળદુ, નિર્મલાબેન ફળદુ, સામાજિક અગ્રણી અમુભાઇ ડઢાણીયા, સંજયભાઇ કનેરિયા, નીલેશભાઇ ભટ્ટ, જેન્તીભાઇ કનેરિયા, ચંદ્રકાન્તભાઇ પાંચાણી, રમેશભઇ વરાસડા, ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ, રાજીવભાઇ દોશી, પ્રો.ડો.યશવંત ગૌસ્વામી, દામજીભાઇ સિણોજીયા, બાબુભાઇ ઝાલાવાડીયા, નાનજીભાઇ કનેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુએ સ્વાગત કર્યુ હતું. પંકજ ભટ્ટ અને સભ્યસચિવ જે.એમ. ભટ્ટનો ઋણ સ્વીકાર કર્યો હતો કેમ્પસ ડાયરેકટર ડો.જે.એમ. પનારાએ સંચાલન કર્યું હતું. લોકગાયક નીલેશ પંડયા, મિત્તલબેન પટેલ, મંદાબેન પીરાણી, રેખાબેન પડાલીયાએ લોકગીતો દુહા, છંદ, લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. નીલેશ પંડયાએ લોકગીતોનું રસ દર્શન કરાવી શ્રોતાઓની વાહવહી મેળવી હતી. ગાયકવૃંદ સાથે સુનીલ સરપદડીયા, અંબર પંડયા, ડો. હરેશ વ્યાસ, રવિ યાદવ, ભાવેશ મિસ્ત્રી અને કમલેશ દાણીધારીયાએ સંગત કરી હતી.

(3:23 pm IST)