Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વોર્ડ નં.૧૫માં વિજયનગર અને ન્યુ વિજયનગરમાં ૨૫ લાખના ખર્ચે ડામર કામનો પ્રારંભઃ કોંગી અગ્રણીઓ દ્વારા ખાતમુર્હુત

રાજકોટઃ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરોની યાદી જણાવે છે કે વોર્ડ નં.૧૫માં આવેલ વિજયનગર સોસાયટી અને ન્યુ વિજયનગર સોસાયટીમાં આજરોજ લોકોની સુવિધા માટે અને દ્યણા લાંબા સમયથી ડામર કામ થયેલ ના હોય તેમજ કોંગ્રેસના કોર્પોરેટરોની રજુઆતોને સફળતા મળેલ છે ત્યારે કોંગ્રેસના આગેવાનો અને વિસ્તારવાસીઓએ ડામર કામ શરુ કરાવ્યું હતું. અને બંને સોસાયટીના લોકોએ કોંગ્રેસના ચારેય જાગૃત કોર્પોરેટરોની સારી કામગીરી બદલ હાજર રહેલ તમામ લોકોના મોઢા મીઠા કરાવ્યા હતા અને વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.  આ તકે ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણી મિતુલભાઈ દોંગા, રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મેદ્યજીભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભમ્ભાણી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, રામભાઈ હેરભા, પ્રવીણભાઈ સોરાણી, તેમજ વિસ્તારના આગેવાન  રાજાબાપા મકવાણા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, લલીતભાઈ પરમાર, હીરાલાલ પરમાર, પ્રવીણભાઈ મુછડીયા, ધીરુભાઈ સરવૈયા, કાળુભાઈ સોલંકી, ખીમજીભાઈ મકવાણા, ખીમદાસ મહારાજ, પુનાભાઈ ચાવડા, કાનજીભાઈ પરમાર, હરજીભાઈ બથવાર, નાગજીભાઈ સાગઠીયા, ધરમશીભાઈ પરમાર, રિજવાન સુમરા, જીવનભાઈ સિંદ્યલ, ચંદુભાઈ સાગઠીયા, મકવાણાભાઈ, પ્રકાશભાઈ ચાવડા, મિલિન્દ મકવાણા, રામભાઈ બથવાર, નારણભાઈ પરમાર, મોહનભાઈ મકવાણા, વગેરે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:22 pm IST)