Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અજયભાઈ પટેલના સુપુત્રના શુભલગ્ન : ચિ.પાર્થ - ચિ. જાનકી

નેસ્ટ સ્કુલ, ન્યુ એરા સ્કુલ, અમથીબા સ્કુલ, દર્શન ભાવિ સ્કુલ, કલ્યાણ હાઈ સ્કુલના સંચાલક અને જાણીતા અગ્રણી

રાજકોટ : પ્રમાણિક, પરિશ્રમ, શિસ્ત, સેવા અને સ્નેહના પંચામૃત ગુણ થકી સમગ્ર શૈક્ષણિક, સામાજીક ક્ષેત્રે શિરમોર રહેલા જાણીતા કેળવણીકાર શ્રી દયાળજીભાઈ પટેલના પૌત્ર અને અજયભાઈ પટેલના સુપુત્ર ચિ. પાર્થનો શુભલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાહેર જીવનના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાવર્ષા કરી હતી.

નેસ્ટ સ્કુલ, કલ્યાણ સ્કુલ, અમથીબા સ્કુલ, ન્યુ એરા સ્કુલના સંચાલક અને રાજકોટ શહેર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને સિવિલ એન્જીનિયર એસોસીએશનના અગ્રણી અજયભાઈ પટેલ અને અલ્પાબેન પટેલના સુપુત્ર ચિ. પાર્થ (બીઈ એન્વાયરમેન્ટ, એમ.ઈ. એન્વાયરમેન્ટ, લંડન)ના શુભલગ્ન સુરત નિવાસી વિમળાબેન અને ભાનુભાઈ પટેલના સુપુત્રી ચિ.જાનકી સાથે યોજાયા હતા. નવદંપતિનો સત્કાર સમારંભ કલાસીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણકારો, સામાજીક અને રાજકીય અગ્રણીઓએ આર્શીવાદ પાઠવ્યા હતા. નવદંપતિના સત્કાર સમારંભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. નવદંપતિને શુભાશિષ આપવા અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, દેવાંગભાઈ માંકડ, ધર્મેન્દ્રભાઇ મિરાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, પુષ્કરભાઈ પટેલ, ડે. મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ન઼ંદાણી, રૂડાના સીઈઓ શ્રી ગણાત્રા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય, શિક્ષણ બોર્ડના સદસ્ય શૈલેષ વોરા, પ્રોફેસર પી.સી.બારોટ, નિવૃત શિક્ષણ નિયામક પી.વી.પટેલ, પ્રો.ડી.એમ. પટેલ, સીટી એન્જીનિયર અલ્પનાબેન મિત્રા, ચિરાગભાઈ પંડ્યા, ભાવેશભાઈ જોષી, શ્રી કાંબલીયા, હારૂનભાઈ ડોડીયા, આસી. કમિશ્નર કગથરા, એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જીનિયર રાજકોટના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ મિરાણી, મૌતિકભાઈ ત્રિવેદી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

(1:12 pm IST)