Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શિક્ષકોની સજજતા માટે જય-જીનીયસ ઇન્ટલેકટ મીટ

 રાજકોટઃ જીનિયસ ગૃપ દ્વારા શિક્ષકોની સજજતા માટે ખાસ ૪ દિવસીય ઇવેન્ટ 'જય-જીનિયસ ઇન્ટલેકટ મીટ ૨૦૧૮'નું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં શિક્ષકો દ્વારા વિવિધ વિષયોમાંથી ટોપીક પસંદ કરી તેમાં પુરતુ સંશોધન કરી, પ્રેઝેન્ટેશન તૈયાર કરી, તેને નિર્ણાયકો અને તમામ સહભાગીઓ સમક્ષ રજુ કરવામાં આવે છે, અને તેમાંથી શ્રેષ્ઠ પ્રેઝન્ટેશનને સન્માનીત કરવામાં આવે છે. ઇન્ટલેકટ મીટના સેમીફાઇનલ રાઉન્ડ, ફાઇનલ રાઉન્ડ ગૃપ ( અને ફાઇનલ રાઉન્ડ ગૃપ ( એમ ત્રણ ભાગમાં યોજવામાં આવી હતી. સેમીફાઇનલ રાઉન્ડ તા.૧૪ અને ૧પ નવેમ્બરના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા નુતન વર્ષની પુજાથી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આશરે ૧૫૫ સહભાગીઓએ વિવિધ વિષયો જેવા કે જનરલ, સોશિયલ એન્ડ પોલિટિકસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયકોલોજી એન્ડ એજયુકેશન, કોમર્સ એન્ડ લીટરેચર એન્ડ સ્પોર્ટસને ચર્ચા માટે પસંદ કર્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર શિક્ષકો જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, કાલાવાડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીનિયસ કિડસ કિંગડમ (મુખ્ય શાખા), પારસનગર શાખા, ટેલેન્ટલેન્ડ શાખા અને ઢેબર રોડ શાખામાંથી આવેલ હતા. સેમીફાઇનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે પ્રિમીયર સ્કુલના શિક્ષક ડો.કેતનભાઇ પીઠડીયા, કાફકા ઇંગ્લીશ કોર્નરના ઓનર શ્રી મીનુ જસદનવાલા, ક્રાઇસ્ટ કોલેજના સ્પોર્ટસ પ્રોફેસર ફ્રાન્સીસ ડી'સોઝા, સાઇન્સના શિક્ષક જલ્પાબેન ઘનવા, વિપુલભાઇ ઘનવા, શ્રીકાંત તન્ના, કાજલ શુકલ, પ્રજ્ઞાબેન દવે, નિશાબેન વૈષ્ણવ, દિવ્યાબેન ભટ્ટ દિપ્તીબેન વાડુકુલ, મનીન્દરકૌર કશ્યપ, બંસી ભુત, દ્વિષ્ટ્રી ઓઝા, કોમલ મહેશ્વરી, હિના દોશી, ડો.નિલય પંચાસરા અને ધવલ રાઠોડ હાજર રહ્યા. કાર્યક્રમમાં અતિથી તરીકે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. હેતલ બદમાલીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)