Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન યોજાયું

ભાઇ-બહેનો-દાતાઓની વિશાળ સંખ્યાની હાજરીમાં : વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક વર્ગોઃ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન

રાજકોટ, તા.૨૬: તાજેતરમાં સમાજની વાડી ભકત ગોરાકુંભાર ચોકમાં શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમાજનું 'સ્નેહ મિલન' યોજાયું. હતું જેમાં વાટલિયા પ્રજાપતિ સમાજના જ્ઞાતિજનો, યુવાનો, વિદ્યાર્થીઓ અને દાતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમની શરૂઆત ભકત ગોરાકુંભારની પૂજા અર્ચનાથી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાટલિયા પ્રજાપતિ યુવકમંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયા, ઉપ પ્રમુખ વી.સી. ગોંડલિયા, મંત્રી રમેશભાઇ ગોંડલિયા, દિલસુખભાઇ ગોંડલિયા, હરિશભાઇ ગોંડલિયા તેમજ મહિલામંડળના પ્રમુખ રંજનબેન ગોંડલિયાએ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. દિલસુખભાઇ ગોંડલિયાએ જ્ઞાતિઅગ્રણી સ્વ. છગનભાઇ ઉનાગરની સમાજ માટેની સંગઠન પ્રવૃતિઓને બિરદાવીને સમાજના શૈક્ષણિક વિકાસ માટે વિવિધ શૈક્ષણિક વર્ગો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સેમિનાર માટે માહિતીઆપી હતી. મંત્રી રમેશભાઇ ગોંડલિયાએ મંડળના ગતવર્ષના હિસાબો રજૂ કરીને સમાજના વિકાસ માટે જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાએ સમાજને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને સમાજના સર્વાગી વિકાસ માટે સહયોગ આપવા અનુરોધ કરીને આગામી સમયમાં 'વડીલવંદના' કાર્યક્રમ દ્વારા સમાજના વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું. સમાજના યુવક મોહિત વોરા તથા જાબાલ કટકીયાએ સમાજની શૈક્ષણિક પ્રવૃતિ અંગે માહિતી આપીને શૈક્ષણિક વર્ગોમાં વધુને વધુ સમાજના યુવા વર્ગને જોડાવા અપિલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નરશીભાઇ ધંધુકિયા તેમજ જાબાલ કટકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળના સદસ્ય અને મિડીયા પ્રચારક હરીશભાઇ ગોંડલિયાએ જ્ઞાતિજનોને શુભેચ્છાઓ પાઠવીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જ્ઞાતિજનોનોે આભાર માનીને વડીલવંદના કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સદસ્યો ધીરૂભાઇ અમેથિયા, કિર્તીભાઇ ઉનાગર, ગાંડુભાઇ ધોળકિયા, હેમંતભાઇ ધંધુકિયા, લીલાધરબાઇ ધંધુકિયા, પરષોતમભાઇ ધંધુકિયા, હિતેષભાઇ ધોળકિયા, શૈલેષભાઇ ગોંડલિયા, હસમુખભાઇ ધંધુકિયા, અમૃતલાલ ઉનાગર, ભરતભાઇ ધંધુકિયા, દેવશીભાઇ વોરા, ધીરૂભાઇ રૂડકિયા, જયંતિભાઇ ગોંડલિયા, લક્ષ્મણભાઇ આંબલીયા, મિતેષભાઇ ગોંડલિયા, નિતીનભાઇ સરવૈયા, રમેશભાઇ રૂડકિયા, સંજયભાઇ રાવલ, શૈલેષભાઇ ધંધુકિયા,  શૈલેષભાઇ પુંભડિયા, સુરેશભાઇ ગોંડલિયા તેમજ હસમુખભાઇ કટકિયાએ જહેમત ઉઠાવી હતી.(૨૨.૪)

(3:22 pm IST)