Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કાલાવડ રોડ- યુનિવસિર્ટી રોડ ડોકટર એસો. દ્વારા ડો.હપાણી અને ડો.પંડ્યાનું અભિવાદન

રાજકોટ કાલાવડ રોડ- યુનિવસિર્ટી રોડ, ડોકટર એસોસિએશન દ્વારા રાજકોટનું ગૌરવ વધારનાર ડો.અમીત હપાણી અને ડો.અતુલ પંડ્યાનું પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા અને ચેરમેન ડો.સંજય દેસાઈ દ્વારા શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ડો.અમિત હપાણી વર્ષ ૨૦૧૯- ૨૦ માટે ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ તરીકે બીનહરીફ ચુટાયા છે. જયારે ડો.અતુલ પંડ્યા વર્ષ ૨૦૧૯- ૨૦ માટે ઓલ ઈન્ડિયા આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ તરીકે જંગી બહુમતી ચુટાયા છે. રાજકોટ મેડીકલ એસોસિએશનના ઈતિહાસમાં આવુ સર્વ પ્રથમવાર બન્યું છે.

આ અભિવાદન પ્રસંગે કાલાવડ રોડ- યુનિવસિર્ટી રોડ, ડો.એસોસિએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા દ્વારા ઠાકર હોલમાં સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટની જીનેસીસ હોસ્પિટલના જાણીતા ડો.જયંત મહેતા દ્વારા સેપ્ટીસેમીયા ઉપર લેટેસ્ટ સારવાર અને સેપ્ટીસેમીયા મેનેજમેન્ટ વિષે ખુબ જ ઉપયોગી જાણકારી આપી હતી. તે બદલ એસોસિએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા અને ચેરમેન ડો.સંજય દેસાઈ દ્વારા તેમનું પણ શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.(૩૦.૪)

(11:48 am IST)